નોટબંધી કેન્દ્રની ભાજપ સરકારનો અવિચારી નિર્ણય હતો : ચિદમ્બરમ્
November 13, 2017 | 3:04 am IST
નવી દિલ્હી : કોંગ્રેસ નેતા અને પૂર્વ નાણાંપ્રધાન ચિદમ્બમ્ે નોટબંધીનાં ભાજપ સરકારનાં નિર્ણયને અવિચારી ગણાવ્યો હતો. આ નિર્ણય મોટી ભૂલ સાબિત થયો છે તેવો દાવો તેમણે કર્યો હતો. નોટબંધીને કારણે દેશમાં કરોડો લોકો હાલાકીમાં મુકાઈ ગયા હતા. આને કારણે ઈકોનોમીએ ભારે મોટી કિંમત ચૂકવવી પડી છે તેમ તેમણે કહ્યું હતું. રવિવારે તેમણે આ મુદ્દે સંખ્યાબંધ ટ્વિટ કરી હતી. ચિદ્મ્બરમે ટ્વિટ કરી જણાવ્યું હતું કે, નોટબંધીનાં એક વર્ષ પછી કેન્દ્ર સરકારનાં તમામ દાવા ખોટા પડી રહ્યા છે.
લોકો નોટબંધીનાં સરકારનાં દાવાને ફગાવી રહ્યા છે અને તેની હાંસી ઉડાવી રહ્યા છે. હવે એવું કહેવાય છે કે નોટબંધી નકલી નોટો પકડવા માટે હતી. એક વર્ષ પછી કહેવાયું કે આરબીઆઈ પાસે ૧૫ લાખ ૨૮ કરોડ પાછા આવ્યા જેમાં ૪૧ કરોડની નોટો નકલી હતી. આમ નોટબંધી એ નકલી નોટોનો જવાબ નથી.
— નોટબંધી પછી પણ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. લાંચ આપનારા અને લેનારા રંગે હાથ પકડાય છે.
Source: http://sandesh.com/notebook-center-bjp-q/