નોટબંધી સમજ વગરનો નિર્ણય હતો, કરોડોને મુશ્કેલી પડીઃ ચિદમ્બરમ
Nov 12, 2017, 10:37 AM IST
નવી દિલ્હીઃ નોટબંધીનો ફેંસલો સમજ વગર અને ઉતાવળે લેવામાં આવેલો નિર્ણય હતો. આ મોટી ભૂલ સાબિત થયું છે. આના કારણે ઈકોનોમિને મોટી કિંમત ચુકાવવી પડી અને કરોડો સામાન્ય લોકોને તકલીફ પડી. પૂર્વ નાણા મંત્રી પી.ચિદમ્બરે આ વાત પોતાના ટ્વિટમાં લખી છે. તેઓએ રવિવારે એક પછી એક એમ અનેક ટ્વિટ કર્યા હતા.
શનિવારે GSTને લઈને મોદી સરકાર પર કર્યા હતા આક્ષેપ
– GST ઘટડવા અંગે પી. ચિદમ્બરમે મોદી સરકાર પર શનિવારે આક્ષેપો કર્યાં હતા. તેઓએ પોતાના ટ્વિટમાં લખ્યું હતું કે, “આભાર ગુજરાત. જે કામ સંસદ અને કોમન સેન્સ ન કરાવી શક્યા તે કામ ત્યાં થનારી ચૂંટણીએ કરાવી દીધું.”
– મોદી સરકારે શુક્રવારે 178 આઈટમ્સ પર ટેક્સ ઘટાડીને તેને 18% સ્લેબમાં મુકી દીધાં છે. આ નિર્ણય GST કાઉન્સિલની શુક્રવારે મળેલી 23મી બેઠકમાં કરાયો હતો.
– ચિદમ્બરમે વધુ લખ્યું હતું કે, “કોંગ્રેસ નિર્દોષ છે. મારો કોઈ જ દોષ નથી. અંતે 18% GST રેટને માનવામાં આવ્યાં છે.”
– “જો સરકાર અનેક વસ્તુઓ પર 28%થી ઘટાડીને 18% ટેક્સ કરે છે તો તે વાત સ્પષ્ટ છે કે તેને મોડે મોડેથી પણ સમજ આવી ખરી.”
‘હવે તેઓ GST પર ચર્ચાંથી નહીં બચી શકે’
– ચિદમ્બરમે પોતાના ટ્વિટમાં વધુમાં લખ્યું હતું કે, “સરકાર GST બિલ પર રાજ્યસભામાં ડિબેટ અને વોટિંગથી બચતી રહી પરંતુ હવે તેઓ પબ્લિક ડોમેનમાં ચર્ચાંથી નહીં બચી શકે.”
– “કોંગ્રેસ શાસિત રાજ્યોના નાણા મંત્રી GST કાઉન્સિલની બેઠકમાં ટેક્સ સ્લેબ બદલાવની વાત રાખી, આગ્રા, સુરત, તિરૂપુર અને બીજા બિઝનેસ હબ આ વાતને જોઈ રહ્યાં હતા. કોંગ્રેસ પાર્ટીનો આગામી હેતુ એક ટેક્સ રેટ કરવાનો રહેશે.”
Source: https://www.divyabhaskar.co.in/news/NAT-p-chidambaram-many-tweeted-about-the-failure-of-demonetisation-and-slammed-to-go-5743885-PHO.html?ref=ht