નોટબંધીઃ “એક આંસૂ ભી હુકૂમત કે લિયે ખતરા હૈ': રાહુલ ગાંધી
નવી દિલ્હી, તા. 8 નવેમ્બર 2017, બુધવાર
“એક આંસૂ ભી હુકૂમત કે લિયે ખતરા હૈ, તુમને દેખા નહીં આંખોકા સમુંદર હોના.”
– રાહુલ ગાંધી આજે કોંગ્રેસ અને ભાજપા બેઉ 8 નવેમ્બરનો દિવસ મનાવી રહી છે એક શોક મનાવી રહ્યુ છે અને બીજુ ઉત્સવ.
નોટબંધીની પીડા વર્ણવતા રાહુલ ગાંધીએ ટ્વીટર ઉપર એક તસવીર પોસ્ટ કરી શાયરાના અંદાજમાં નોટબંધીની કરૂણતાને વ્યક્ત કરી છે.
રાહુલ ગાંધીએ વધુમાં કહ્યુ હતુ કે, “નોટબંધી ટ્રેજડી છે. અમે તે લાખો પ્રમાણિક ભારતીયોની સાથે ઉભા છીએ જેમનું જીવન અને રોજીરોટી વડાપ્રધાનના આ વિચારહીન કૃત્યુના કારણે બર્બાદ થઈ ગયું.” રાહુલે એક તસવીર ટ્વીટ કરી છે જેમાં તેમણે શાયરીના અંદાજમાં સરકાર પર નિશાન સાધ્યું છે. નોટબંધી દરમિયાન લાઈનમાં ઉભેલા એક વૃદ્ધ રડતા હતા તેમની તસવીર સાથે લખ્યું, “એક આંસૂ ભી હુકૂમત કે લિયે ખતરા હૈ, તુમને દેખા નહીં આંખોકા સમુંદર હોના.”
Source: http://gujaratsamachar.com/index.php/articles/display_article/national/demonetisation-ruined-lives-of-millions-of-hard-working-indians-rahul-gandhi