જામનગર કોંગ્રેસ દ્વારા તા. ૮ના નોટબંધી મુદ્દે ‘કાળો દિવસ’ કાર્યક્રમનું કરાયેલું આયોજન
જામનગર તા. ૭ઃ
જામનગર શહેર અને જિલ્લા કોંગ્રેસના સંયુક્ત ઉપક્રમે તા. ૮ નવેમ્બરના નોટબંધીના નિર્ણયનો વિરોધ પ્રદર્શિત કરવા શહેરના લાલબંગલા સર્કલમાં સવારે ૧૧ કલાકે ‘કાળો દિવસ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
જામનગર શહેર અને જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભાજપ સરકાર દ્વારા તા. ૮ નવેમ્બરના લાદવામાં આવેલી નોટબંધીના કારણે દેશભરમાં સર્જાયેલી અનેકવિધ સમસ્યાઓની અસર એક વર્ષ પછી પણ વર્તાઈ રહી હોવાના મુદ્દે નોટબંધીના નિર્ણયનો વિરોધ વ્યક્ત કરવા આ દિવસને ‘કાળો દિવસ’ તરીકે જાહેર કરી વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે.
‘કાળો દિવસ’ કાર્યક્રમ તા. ૮-૧૧-૧૭ને બુધવારે સવારે ૧૧ કલાકે શહેરના લાલબંગલા સર્કલમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. તેમ જામનગર કોંગ્રેસ જિલ્લા તથા શહેર સમિતિની યાદીમાં જણાવાયું છે. આ કાર્યક્રમમાં કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાશે.
Source: http://www.nobat.com/news_detail.php?news_id=747119d33533353332