સુરતઃ રાંધણ ગેસના ભાવ વધારો થતા મહિલા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન

સુરતઃ રાંધણ ગેસના બોટલના ભાવ વધારો થતા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામા આવ્યો હતો. મહિલા કોંગ્રેસ દ્વારા સુત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. રાંધણ ગેસના સિલિન્ડરમાં જે પ્રકારે તોતિંગ વધારો ઝીકવામાં આવ્યો છે તેના કારણે તમામ લોકોનું બજેટ ખોરવાયું હોવાનું મહિલાઓએ જણાવ્યું હતું.

ગેસ સિલિન્ડરના ભાવ વધારા સામે રોષ વ્યકત કર્યો
સરથાણા જકાત નાકા પાસે કોંગ્રેસની મહિલા કાર્યકરો મોટી સંખ્યામાં એકઠી થઈ હતી. અને ગેસ સિલિન્ડરના ભાવ વધારા સામે પોતાનો રોષ વ્યકત કર્યો હતો. મહિલા કોંગ્રેસની કાર્યકર્તાઓએ જણાવ્યું હતું કે, ભાજપના રાજમા મોંઘવારીએ ભારે માજા મૂકી છે. રાંધણ ગેસના સિલિન્ડરમાં જે પ્રકારે 93.50 રૂપિયાનો તોતિંગ વધારો ઝીકવામાં આવ્યો છે. તેના કારણે તમામ લોકોનું બજેટ ખોરવાયું છે. જેના વિરોધમાં આ કાર્યક્રમ કોંગ્રેસ દ્વારા રાખવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું.

Source: https://www.divyabhaskar.co.in/news/DGUJ-SUR-c-99-women-congress-protest-against-increased-in-price-of-gas-in-surat-NOR.html?seq=2