પાટીદારોને અનામત મુદ્દે કપીલ સિબ્બલે કાયદાકીય અભ્યાસ કરી લીધો : સોનિયા ગાંધી કરશે નિર્ણય
નવી દિલ્હી : અનામત મુદ્દે નિર્ણય કરવા માટે કોંગ્રેસને ૭ નવેમ્બર સુધીની ડેડલાઈન આપનાર પાસ નેતા હાર્દિક પટેલે આ ડેડલાઈનમાં વધારો કર્યો છે
અનામત કઇ રીતે અપાશે એ બાબતને લઇને જાણીતા કાયદાવિદ કપીલ સિબ્બલે ગુજરાત આવીને બિનઅનામત વર્ગને અનામત આપી શકાય તેમ છે કે કેમ તેનો કાયદાકીય અભ્યાસ કરી લીધો છે. તેનો નિર્ણય રાષ્ટ્રીય કક્ષાએ કરવાનો હોવાથી આ સમગ્ર બાબત કોંગ્રેસના પ્રમુખ સોનિયા ગાંધી પર એ બાબત છોડવામાં આવી છે.
સિબ્બલે પોતે ઉંડો અભ્યાસ કરીને અનામત આપવા અંગેનો અહેવાલ કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીને આપી દીધો છે. જે અંગે હવે સોનિયા ગાંધી નિર્ણય લેશે.
હાર્દિકે જણાવ્યુ હતું કે અનામતને લઈને કાયદાકીય રીતે ચર્ચા ચાલી રહી છે. આ માટે જાણીતા વકિલ અને કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલ કાયદાકીય પાસાઓને ચકાસી રહ્યા છે. તેઓ આ અંગે કાયદાકીય બાબતોને સારી રીતે જાણે છે. તેમજ ગુજરાતની જમીનની હકીકતથી પણ સારી રીતે માહિતગાર છે.
Source: http://www.akilanews.com/05112017/main-news/1509862546-117258