હિંમતનગરમાં કોંગ્રેસનો સ્નેહમિલન સમારંભ યોજાયો

હિંમતનગર, તા.૨૯

આજરોજ હિંમતનગર ખાતે કોંગ્રેસ દ્વારા કાર્યકરોનું સંમેલન યોજાયું હતું. જેમાં કોંગ્રેસ નેતા સિદ્ધાર્થ પટેલે કોંગ્રેસને ભાજપના આતંકના મુદ્દા સામે ખેડૂતલક્ષી વિચારધારા ગણાવી હતી અને અહમદ પટેલ સામે વિજય રૂપાણીએ કરેલા આક્ષેપોની સામે કોર્ટ કાર્યવાહી અંગેનો નિર્ણય અહમદ પટેલ લેશે એમ કહ્યું હતું તો બાળકોનાં મોત મામલે રાજ્યની આરોગ્ય સેવા પણ કથળી હોવાના આક્ષેપ સરકાર પર કર્યા હતા.

હિંમતનગર ખાતે કોંગ્રેસ દ્વારા કાર્યકરોના સંમેલન યોજાતા જેમાં કોંગ્રેસના નેતા સિદ્ધાર્થ પટેલ અને જગદીશ ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ કોંગ્રેસની વિચારધારાના દાવાઓ કાર્યકરો સમક્ષ કર્યા હતા. હાલમાં આતંકી ઝડપાવાના મામલે થઇ રહેલા નિવેદનોને લઇને તેઓ કોંગ્રેસે ખેડૂતલક્ષી વિચાર ધારાનો પક્ષ હોવાનું ગણાવ્યું હતું જ્યારે ભાજપને આતંકી મામલાના મુદ્દાઓથી ચૂંટણી લડતા હોવાનું ગણાવ્યું હતું.

અહમદ પટેલ સામે કરાયેલા આક્ષેપોને લઇને પણ તેઓએ કાયદાકીય કાર્યવાહી કરવાના હોવાની ચર્ચા પર અહમદ પટેલ નિર્ણય કરશે એમ જણાવ્યું હતું. ઉપરાંત હાલમાં સિવિલ હોસ્પિટલમાં બાળકોનાં મોત નિપજવા મામલે પણ રાજ્યની આરોગ્યની સેવાઓ કથળી હોવાનો આક્ષેપ કર્યો હતો. સિવિલ હોસ્પિટલમાં બાળકોનાં મોત નિપજવા મામલે પણ રાજ્યની આરોગ્યની સેવાઓ કથળી છે. આ સ્નેહ સંમેલનમાં પ્રાંતિજના ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, ગોપાલસિંહ રાઠોડ, જિલ્લા પંચાયત પ્રમુખ રાજેન્દ્રસિંહ કુંપાવત સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Source: http://www.gujarattoday.in/himmantnagar-ma-congress-no/