૧૮ બાળકોના મોત અંગે બેદરકારી દાખવનાર ભ્રષ્ટ આરોગ્ય વિભાગના આરોગ્ય મંત્રી – મુખ્યમંત્રી જવાબદારી સ્વીકારી રાજીનામા આપે
- સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં ૭૨ કલાકમાં ૧૮ બાળકોના મોતની સમગ્ર ઘટના પર ભાજપ સરકારના ઈશારે સિવિલ હોસ્પિટલના વહીવટી તંત્ર તથા આરોગ્ય તંત્ર દ્વારા ઢાંક પીછોડોઃ ડૉ.મનિષ દોશી
- ત્રણ દિવસમાં ૧૮ બાળકોના મોત અંગે બેદરકારી દાખવનાર ભ્રષ્ટ આરોગ્ય વિભાગના આરોગ્ય મંત્રી – મુખ્યમંત્રી જવાબદારી સ્વીકારી રાજીનામા આપેઃ ડૉ. મનિષ દોશી
- સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ૧ વર્ષમાં બાળકોના મોત અંગે ડેથ ઓડિટ રીપોર્ટ જાહેર કરવા માંગઃ ડૉ. મનિષ દોશી
- ભાજપના શાસનમાં મૂડિપતિઓની તિજોરીનું આરોગ્ય હજારો ગણુ સુધર્યું છે, પરંતુ ગુજરાતના માનવીનું આરોગ્ય એકદમ કથળ્યુ.
એશિયાની મોટામાં મોટી સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં ૨૪ કલાકમાં નવ બાળકોના મોત અને ૭૨ કલાકમાં ૧૮ બાળકોના મોતની સમગ્ર ઘટના પર ભાજપ સરકારના ઈશારે સિવિલ હોસ્પિટલના વહીવટી તંત્ર તથા સરકારી આરોગ્ય તંત્ર દ્વારા ઢાંક પીછોડો કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ પક્ષ આ મુદ્દે રાજનિતી નથી કરવા માંગતો પરંતુ ગુજરાતના ગરીબ-સામાન્ય મધ્યમ વર્ગના નાગરિકોને આરોગ્ય સુવિધા આપવામાં ભાજપ સરકાર સદંતર નિષ્ફળ નિવડી છે. ત્રણ દિવસમાં ૧૮ બાળકોના મોત અંગે બેદરકારી દાખવનાર ભ્રષ્ટ આરોગ્ય વિભાગના આરોગ્ય મંત્રી – મુખ્યમંત્રી જવાબદારી સ્વીકારી રાજીનામા આપે, સાથો સાથ છેલ્લા ૧ વર્ષમાં બાળકોના મોત અંગે ડેથ ઓડિટ રીપોર્ટની માંગ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, બાળ મૃત્યુ 0-1 વર્ષના બાળમૃત્યુના દરમાં દર હજાર બાળકોએ 50 બાળકોના મૃત્યુ સાથે ગુજરાત છેવાડાના નવમાં સ્થાને આવે છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો