ભાજપ સરકારના ઈશારે સિવિલ હોસ્પિટલના વહીવટી તંત્ર તથા સરકારી આરોગ્ય તંત્ર દ્વારા ઢાંક પીછોડો કરવામાં આવી રહ્યો છે
ગુજરાતના ગરીબ-સામાન્ય મધ્યમ વર્ગના નાગરિકોને આરોગ્ય સુવિધા આપવામાં ભાજપ સરકાર સદંતર નિષ્ફળ નિવડી છે અને જે રીતે રાત્રે આરોગ્ય મંત્રી અને સિવિલ સુપ્રીટેન્ડેન્ટ કોઈ મોત નથી થયા તેવું જુઠ્ઠાણું ચલાવે તે કેટલે અંશે વ્યાજબી? શું આ ભાજપ સરકારની સંવેદનશીલતા છે? તેવો પ્રશ્ન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ગરીબ-સામાન્ય પરિવારના ૧૮ થી વધુ નવજાત શિશુ ના મોતની ઘટના ઘણીજ દુઃખદ છે. એશિયાની મોટામાં મોટી સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં ૨૪ કલાકમાં નવ બાળકોના મોત અને ૭૨ કલાકમાં ૧૮ બાળકોના મોતની સમગ્ર ઘટના પર ભાજપ સરકારના ઈશારે સિવિલ હોસ્પિટલના વહીવટી તંત્ર તથા સરકારી આરોગ્ય તંત્ર દ્વારા ઢાંક પીછોડો કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ પક્ષ આ મુદ્દે રાજનિતી નથી કરવા માંગતો પરંતુ રાજ્યના સામાન્ય-ગરીબ નાગરિકો જ્યારે આરોગ્ય સેવા માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ થતા હોય તો તેમને આરોગ્ય સેવા-સુવિધા મળવાને બદલે આવી પરિસ્થિતીનું નિર્માણ થાય ત્યારે કરોડો રૂપિયાની જાહેરાતો દ્વારા આરોગ્ય ક્ષેત્રે નંબર – ૧ ના દાવા કરતી ભાજપ સરકારની પોલ ખુલી જાય છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો