રાહુલે અરૂણ જેટલી ઉપર સ્ટારવોર્સના સંવાદથી ટોણો માર્યો

Oct 26 2017

રાહુલ ગાંધીએ જીએસટીની ગબ્બરસિંઘ ટેક્ષ સાથે સરખામણી કરી મોદી સરકાર ઉપર ટિપ્પણી કરી હતી. આજે એમણે સ્ટારવોર્સ સીરિઝના એક સંવાદ આવા હાસ્યાસ્પદો તમારી સાથે જ રહેનો ઉલ્લેખ કરી આલોચના કરી છે. રાહુલ ગાંધીએ જીડીપીના આંકડાઓ બાબત નાણામંત્રી અરૂણ જેટલીની ઝાટકણી કાઢી હતી.

પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરોની માહિતીના આધારે ગાંધીએ કહ્યું આવા હાસ્યાસ્પદો તમારી સાથે જ રહે. છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન સરેરાશ વૃદ્ધિદર ૭.પ ટકા જ રહ્યું છે. રાહુલે આ ટ્‌વીટ સ્ટારવોર્સ સીરિઝમાંથી લીધું છે. આ ડોયલોગ સ્ટારવોર્સના ૪થા એપિસોડ એ ન્યૂ હોપમાં કહેવાયું હતું. એ પછી પ્રત્યેક એપિસોડનો એક ભાગ બની ગયો છે અને ચાલુ જ છે.

રરમી ઓક્ટોબરે ગુજરાતની એક ચૂંટણીસભામાં રાહુલ ગાંધીએ જીએસટીને ગબ્બરસિંગ ટેક્ષ તરીકે ઓળખાવ્યું હતું. ગબ્બરસિંગનો પાત્ર ૧૯૭પમાં આવેલ શોલે ફિલ્મનો મહત્ત્વપૂર્ણ વિલનનો પાત્ર હતો. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, જીએસટીના લીધે લાખો નાના વેપારીઓની કમર તૂટી ગઈ છે. આ પ્રકારનો આક્ષેપ વિપક્ષો મોદી ઉપર કરી રહ્યા છે.

Source: http://www.gujarattoday.in/rahul-e-arun-jetli-upar/