અલ્પેશ ઠાકોર હવેથી કોંગ્રેસના નેતાઃ સત્તાવાર રીતે જોડાયા
મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ ઓબીસી નેતા અલ્પેશ ઠાકોર હવેથી કોંગ્રેસના નેતા તરીકે પણ ઓળખાશે. સત્તાવાર રીતે અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાં જોડાયા છે. રાહુલ ગાંધી સાથેની દિલ્હીની બેઠક બાદ સત્તાવાર જાહેરાત કરાઈ છે.
આગામી સમયમાં કોંગ્રેસના ઉપાધ્યક્ષ 23મીએ ગુજરાત પ્રવાસ ખેડી રહ્યા છે ત્યારે અલ્પેશ ઠાકોર પણ તેમની સાથે જોડાશે.
આજે અલ્પેશ ઠાકોરે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ સોલંકી અને સોનીયા ગાંધીના સલાહકાર અહેમદ પટેલની હાજરીમાં પોતે કોંગ્રેસમાં જોડાયા હોવાની સત્તાવાર જાહેરાત કરી હતી.
Source: http://www.meranews.com/news/view/alpesh-thakor-joined-congress