આજથી રાહુલ ગાંધી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે
અમદાવાદ, તા. 23 ઓક્ટોબર 2017 સોમવાર
કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજથી ત્રણ દિવસીય ગુજરાતના પ્રવાસે છે.
પ્રવાસે આવેલા કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે ગુજરાત એક અમૂલ્ય રાજ્ય છે. જેને પૈસાના જોરે ખરીદી શકાય નહીં.
તેમણે ટ્વીટ કરીને જણાવ્યું કે ગુજરાતને ના તો ખરીદી શકાય છે કે ના તો ભવિષ્યમાં કોઈ ખરીદી શકશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના માહોલ વચ્ચે રાહુલે પ્રતિક્રિયા આપી છે.
રાહુલ ગાંધી આજે તેમના ત્રણ દિવસીય પ્રવાસની શરૂઆત અમદાવાદથી કરશે. તેઓ ઓબીસીના નવસર્જન જનાદેશ મહાસંમેલનમાં ભાગ લેશે. રાહુલ અલ્પેશ ઠાકોરે યોજેલી રેલીમાં પણ ભાગ લેશે.
Source: http://gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad/rahul-gandhi-says-gujarat-is-priceless-after-controversy-of-patidar-leaders-allegaitons