સૌનો સહિયારો પ્રયાસ, સૌની લગાણી, સૌનો સહકાર મળી રહે તેવી પ્રાર્થના સહ : 21-10-2017

સૌનો સહિયારો પ્રયાસ, સૌની લગાણી, સૌનો સહકાર મળી રહે તેવી પ્રાર્થના સહ.  ‘નવસર્જન ગુજરાત’ ની સાથે ‘ખુશ રહે ગુજરાત’  ના પ્રણેતા પ્રદેશ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, છેલ્લા ૨૨ વર્ષથી ભાજપના કુઃશાસનથી પીડાતી ગુજરાતની પ્રજાને કોંગ્રેસ પાસે સુરાજ્યની અપેક્ષા છે. આવા સંજોગોમાં ભાજપ સરકારની પ્રજાવિરોધી નિતીઓથી હેરાન-પરેશાન નાગરિકોની લાગણીને વાચા આપવા હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિગ્નેશ મેવાણીને લોક આંદોલનો શરૂ કર્યા હતા. પ્રજાને આ નેતાઓ પાસે પણ અપેક્ષાઓ હોવાથી ભાજપના કુઃશાસનને ગુજરાતમાંથી નાબૂદ કરવા, આ ત્રણે નેતાઓને સાથે રાખીને અને સમાન વિચારધારાવાળી રાજકીય પાર્ટીને પણ ગુજરાતનું નવસર્જન કરવા માટે આગળ વધવાનો નિર્ણય કોંગ્રેસ પક્ષે કર્યો છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note