જય શાહના ભ્રષ્ટાચારને છૂપાવવા બીજા ઉપર ઉછાળાય છે કીચડ: શક્તિસિંહ ગોહિલ

Oct 18, 2017

શસ્ત્ર સૌદાગર સંજય ભંડેરી સાથે રોબર્ટ વાઢરાના સંબંધો વિશે મુખ્યમંત્રી રૂપાણી, રાહુલ ગાંધી ચૂપ કેમ છે ? તેવા પ્રશ્નો ઉઠાવ્યા છે ત્યારે એ અંગે કોંગ્રેસ રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલને પૂછતા તેમણે જણાવ્યું હતું કે અગાઉ ભાજપ દ્વારા બેટી બચાવોની વાતો કરાતી હતી. પરંતુ હવે અમિત શાહના દીકરા જય શાહની કંપનીના વિકાસ સામે ઉઠેલા સવાલોને લીધે હવે ભાજપ દ્વારા બેટા બચાવો આંદોલન શરૂ થઈ ગયું છે.

માત્ર અને માત્ર જય શાહના ભ્રષ્ટાચારને છુપાવવા બીજાની ઉપર કીચડ ઉછાડવામાં આવી રહ્યું છે. જો કે કેન્દ્રમાં ભાજપની સરકાર છે ત્યારે સરકારે તપાસ કરાવવી જોઈએ તેના બદલે પત્રકાર પરિષદ યોજવાનો શું મતલબ ?? એમ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું.

Source: http://www.gujarattoday.in/jay-shah-na-bhrashtachar-ne-chupavva/