ગુજરાત ૨૨ વર્ષમાં નંબર વન કેમ ન બન્યું? : મોદીને કોંગ્રેસનો પ્રશ્ન

October 18, 2017 | 9:00 am IST

નવી દિલ્હી : ગુજરાતમાં ચૂંટણીની તારીખો જાહેર થાય તે પહેલાં જ રાજકીય દંગલ શરૂ થઈ ગયું છે. સોમવારે ગાંધીનગર નજીક મોદીએ આક્ષેપો કર્યા હતા કે કોંગ્રેસે ક્યારેય વિકાસના મુદ્દે ચૂંટણી લડી નથી. આ મુદ્દે કોંગ્રેસનાં નેતા મલ્લિકાર્જુન ખડગેએ મોદીને અણિયાળા પ્રશ્નો પૂછયા હતા. તેમણે કહ્યું હતું કે મોદી ૭૦ વર્ષની વાત કરે છે પણ છેલ્લા ૨૨ વર્ષ કરતાં ઘણાં વખતથી ગુજરાતમાં ભાજપની સરકાર હતી તેમ છતાં ગુજરાત નંબર વન કેમ ન બન્યું? ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં ગુજરાત ક્યાં ખોવાઇ ગયો?

દેશનો વિકાસ કોંગ્રેસે કર્યો છે : ખડગે
કોંગ્રેસનાં નેતા મલ્લિકાર્જુન ખડગેએ દાવો કર્યો હતો કે વડા પ્રધાન મોદીનાં આક્ષેપો ખોટા છે. દેશનો સૌથી વધુ વિકાસ કોંગ્રેસે જ કર્યો છે. તત્કાલીન વડા પ્રધાન જવાહરલાલ નહેરુએ વિકાસ માટે પંચવર્ષીય યોજના બનાવી હતી. ભાજપ પહેલાં તેનો પોતાનો વંશવાદ જુએ. વંશવાદના નામ પર કોંગ્રેસને બદનામ કરવાનું બંધ કરે. શું ભાજપમાં વંશવાદ નથી? ભાજપના લોકો જ હવે મોદીની ટીકા કરવા લાગ્યા છે.

મોદીજી અમને ગુજરાત અને ગુજરાતીઓ માટે પ્રેમ છે : શશી થરૂર
મોદીએ એવા આક્ષેપો કર્યા કે કોંગ્રેસને ગુજરાત અને ગુજરાતીઓ માટે નફરત છે અને તેથી ગુજરાતનો વિકાસ થયો નથી ત્યારે કોંગ્રેસનાં નેતા શશી થરૂરે ટ્વિટ કર્યું હતું કે, ‘મોદીજી અમને ગુજરાત અને ગુજરાતીઓ માટે પ્રેમ છે. મારા પુત્રએ થોડા દિવસ પહેલાં જ ગુજરાતી યુવતી સાથે લગ્ન કર્યા છે.

Source: http://sandesh.com/gujarat-22-year-number-one/