પાક.ના સુધરી રહેલા સંબંધોના મુદ્દે રાહુલ ગાંધીનો વડાપ્રધાન મોદી પર કટાક્ષ

October 16, 2017 | 9:18 am IST

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનના સમર્થનમાં ટ્વિટ કરતાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ વડા પ્રધાન મોદી પર કટાક્ષ કરતાં હુમલો કરી દીધો હતો. ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાન સાથે સારા સંબધોની તરફદારી કરતાં રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું છે કે,’જલદી કરો મોદીજી, લાગે છે કે પ્રમુખ ટ્રમ્પને એક વધુ ઝપ્પીની જરૃરત છે.’

પાકિસ્તાની સુરક્ષા દળોએ એક અમેરિકી કુટુંબને હક્કાની નેટવર્કના કબજામાંથી મુક્ત કરાવ્યા બાદ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ કાર્ય બદલ પાકિસ્તાનની પ્રશંસા કરતાં ટ્વિટ કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે અમેરિકા લાંબા સમયથી ત્રાસવાદને સમર્થન આપતું હોવાના આક્ષેપ સાથે પાકિસ્તાનને ઠપકો આપતું રહ્યું હતું. ભારત અને અમેરિકા વચ્ચે વણસી રહેલા સંબંધોને ભારત પોતાના રાજદ્વારી વિજયના રૃપમાં મૂલવતું હતું. આ વર્ષે જૂન મહિનામાં વડા પ્રધાન મોદી અને ટ્રમ્પ વચ્ચે થયેલી મુલાકાત વખતે પણ ટ્રમ્પે કહ્યું હતું કે ભારત સાચો સાથીદાર છે. પરંતુ ટ્રમ્પે હવે પાકિસ્તાનની પ્રશંસા કર્યા પછી ભારતીય અધિકાર ટ્રમ્પની હવે પછીની પ્રતિક્રિયા પર નજર નાખીને બેઠા છે.

Source: http://sandesh.com/rahul-joke-on-modi-over-us-pak-relation/