ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ માઈનોરિટી વિભાગના હોદ્દેદારોને નિમણૂકપત્ર અપાયા

વેરાવળ તા.૧૪
ગીર-સોમનાથ જિલ્લા કોંગ્રેસ માઇનોરિટી વિભાગની કારોબારી બેઠક મળેલ જેમાં જિલ્લાભરના હોદ્દેદારોની નિમણૂકો આપવામાં આવેલ હતી. ગીર-સોમનાથ જિલ્લા કોંગ્રેસ માઇનોરિટી વિભાગની કારોબારીની બેઠક વેરાવળ ખાતે જિલ્લા પ્રમુખ ફારૂકભાઈ પેરેડાઇઝની આગેવાનીમાં હોલિફેથ સ્કૂલ ખાતે પ્રદેશ અગ્રણી નુસરતભાઈ પંજાના અધ્યક્ષ સ્થાને મળેલ હતી.

આ બેઠકમાં જિલ્લાભરના માઇનોરિટી ડિપાર્ટમેન્ટના આગેવાનો તેમજ જિલ્લાના કોંગ્રેસ આગેવાનોમાં સકીલભાઇ મુન્સી, એડવોકેટ હસન અલી હિરાણી, ફારૂકભાઈ બુઢિયા, રજાકભાઈ બ્લોચ, અનવરભાઈ ચૌહાણ, ફારૂકભાઈ કાલવાણીયા, યાસીનભાઈ ભાદરકા, બાબાભાઈ બેકરીવાળા, શબ્બીરબાપુ, હનીફભાઇ કલવાણીયા, ગુલામખાન, સત્તારભાઈ શેખુ સહિત મુસ્લિમ સમાજના આગેવાનો અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અગ્રણી જયકરભાઈ ચોટાઈ, હીરાભાઈ જોટવા, ખીમજીભાઈ બારડ, જિલ્લા યુથ પ્રમુખ અભયભાઈ જોટવા, પ્રતાપભાઈ ડોડિયા, ભગુભાઈ વાળા, લક્ષમણભાઇ ઝાલા, લાખાભાઇ બારડ અને જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ ઉષાબેન કુસકિયા, કાજલબેન લાખાણી સહિત અનેક અગ્રણીઓ હાજર રહેલ હતા. તેમની ઉપસ્થિતિમાં જિલ્લાભરના માઇનોરિટી વિભાગના જિલ્લા, તાલુકા, શહેર પ્રમુખો સહિતના હોદ્દેદારોને નિમણૂકપત્રો એનાયત કરવામાં આવેલ હતા જેમાં ઉપપ્રમુખ સકીના શાહનવાઝ અન્સારી, હારૂનભાઇ ચોરવાડા, લતીફમીયા બહારૂની, સલીમ સેલત, ઝાકીર અહેમદ દાદાબાપુ કાદરી, મુસ્તાક આમીરશા શાહમદાર, ડો.મુમતાઝ રજબઅલી સાયાણી, ફારૂક અબ્દુલ સકુર સોરઠિયા તેમજ જોઇન્ટ સેક્રેટરી, સેક્રેટરી, સભ્યો અને જિલ્લાના દરેક તાલુકામાં હોદ્દેદારોની વરણી કરવામાં આવેલ હતી.

આ તકે પ્રદેશ કોંગ્રેસના અગ્રણી અને મુસ્લિમ સમાજના અગ્રણી નુસરતભાઈ પંજાએ દરેક હોદ્દેદારોને શીખ આપતા જણાવેલ કે, આ નિમણૂક પત્ર કોઈ છાપેલો કાગળ નથી પરંતુ યોગ્યતાનું માપદંડ છે અને પક્ષ પ્રત્યેની નિષ્ઠા અને પ્રમાણિકતાનું પ્રમાણપત્ર હોય જેથી પક્ષ પ્રત્યેની જવાબદારી હવે દસ ગણી વધી જતી હોવાનું જણાવેલ હતું.

Source: http://www.gujarattoday.in/gir-somnath-jilla-congress/