છોટાઉદેપુરમાં રાહુલ ગાંધીએ આદિવાસી વિદ્યાર્થીઓ સાથે કર્યો સીધો પરિસંવાદ

October 11, 2017 | 6:40 pm IST

છોટાઉદેપુર ખાતે આવેલાં દરબાર હોલમાં કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ તા.૧૧ના આદિવાસી વિદ્યાર્થીઓ સાથે સીધો પરિસંવાદ કર્યો હતો. વિર્દ્યાિથઓ સાથે તેમણે એક કલાક વિતાવ્યો હતો, જેમાં શિક્ષણ અંગે અનેક પ્રશ્નોની ચર્ચાઓ થઇ હતી. વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષણમાં પડતી મુશ્કેલી માટે રજૂઆત કરતાં રાહુલ ગાંધીએ જવાબો આપ્યાં હતાં. રાહુલ ગાંધી સાથે પ્રશ્નોત્તરીમાં ૩૦૦ જેટલા છાત્રો જોડાયા હતા.

રાહુલ ગાંધીએ વિદ્યાર્થીઓને પૂછયું હતું કે, શિક્ષણ લીધા પછી તમને ગુજરાતમાં નોકરી મળશે એવો વિશ્વાસ છે. નોકરી એવી ન હોવી જોઇએ કે જેનો કોઇ વિશ્વાસ ન હોય શકે. મુળ પ્રશ્ન એ છે કે કેટલાંને રોજગારી મળે છે. ભારતમાં ૨૪ કલાકની અંદર ૩૦ હજાર રોજગારી માટે આવે છે. એની સામે સરકાર ૪૫૦ને નોકરી આપે છે, જ્યારે ચીનમાં રોજ પચાસ હજારને રોજગારી મળે છે. રોજગાર વગર શિક્ષણનો અર્થ શું? આખી સિસ્ટમ દેશમાં ઊંધી ચાલે છે.

ઓસ્ટ્રેલિયાની અંદર અદાણીની સામે કેમ્પેન ચાલે છે, ગુજરાતમાં નથી ચાલતું. એમ કેમ ? ગુજરાતમાં પૂરો ફાયદો પાંચ-દસને મળે છે. તેઓ કરોડોના મકાનમાં રહે છે. એ પ્રજાનાં નાણાં છે. તમામ કોલેજો ઉદ્યોગપતિને આપી દીધી છે. નાણાં તેઓ કમાય છે. એમાં અમે ફેરફાર કરવા માગીએ છીએ. ગુજરાતમાં અમે સિસ્ટમ બદલીશું, આદિવાસીઓની ભાષા, સંસ્કારમાં કોઇ કમી નથી. અમે તેઓને મદદ કરીશું, તેમ વિદ્યાર્થીઓને જણાવ્યું હતું.

Source: http://sandesh.com/rahul-gandhi-talks-with-tribal-students-chhota-udaipur/