રાહુલ ગાંધીના મધ્ય ગુજરાતના પ્રવાસ પૂર્વે તડામાર તૈયારીઓ

નડિયાદ,તા.૬ શુક્રવાર ઓક્ટોબર 2017

વિધાનસભાની ચુંટણીનજીક છે ત્યાર ેબધા રાજકીય પક્ષા ેતૈયારીઓમાં લાગી ગયા છે.ત્યારે કોગ્રેસપક્ષના રાષ્ટ્રીય ઉપાઘ્યક્ષ રાહુલ ગાંધીની બીજા તબક્કાની ગુજરાત મુલાકાત વેળા મધ્ય ગુજરાતમાં ફરશે .કોગ્રેંસ દ્રારા પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે.રાહુલ ગાંધી રોડ શો કરવાના હોવાથી તંત્ર દ્વારા પણ વિશેષ તૈયારીઓ થઈ રહી છે.

કોગ્રેંસના રાષ્ટ્રીય નેતા આગામી ૯ઓકટોમ્બરે મધ્ય ગુજરાતની મુલાકાતે છે.મહેમદાવાદની રાસ્કા ચોકડી રાહુલ ગાંધી પોતાનો પ્રવાસ શરુ કરશે જે ખેડા જિલ્લામાં પિપળાતા પુરો થશે અને ત્યાથી પ્રવાસ આગળ જશે.આ મુલાકાતને સફળ બનાવવા માટે જિલ્લા કોગ્રેંસ સમિતી અને પ્રદેશ સમિતિ તૈયારીમાં લાગી છે. સવારે ૧૦ઃ૩૦ કલાકે રાહુલ ગાંધી સભાને સંબોધશે ત્યારબાદ તેમનો કાફલો કમળા ચોકડી થઈ બપોર સુધીમાં નડિયાદ શહેરના પ્રસિધ્ધ સંતરામ મંદિર પર પંહોચશે જ્યાં સંતરામ મહારાજના દર્શન કર્યા બાદ તેઓ જનમેદનીને સંબોધશે ત્યાર બાદ સરદાર પટેલનાં જન્મસ્થળની મુલાકાત લેશે ત્યારબાદ પિપલગ અને પિપળાતા થઈ પ્રવાસ આગળ જશે.આ પ્રવાસને સફળ બનાવવા અને ભીડને એકઠી કરવાના પ્રયાશો હાથ ધરાયા છે.તેમજ રસ્તા પર અલગ અલગ સ્થળોએ રાહુલ ગાંધીનુ સ્વાગત કરવામાં આવે તેવી પણ ગોઠવણ કરવામાં આવી છે.આ કાર્યક્રમથી આવનાર વિધાન સભાની ચુટણીના સંકેતો સ્પષ્ટ પણે જોવા મળશે.મધ્ય ગુજરાત એ વર્ષો થી કોગ્રેસપક્ષનો ગઢ ગણવામાં આવે છે.ત્યારે બદલાતા સમીકરણોથી કોનેે લાભ અનેકોનેે નુકસાન થાય છેતવી ચર્ચાઓ ટોક આફ ધી ટાઉન બની છે.

Source: http://gujaratsamachar.com/index.php/articles/display_article/kheda-anand/rahul-gandhi-s-preparations-ahead-of-tour-of-central-gujarat