કોંગ્રેસ પક્ષના મુખ્યમંત્રી રબર સ્ટેમ્પ નહી હોય. નાયબ મુખ્યમંત્રી પર આધારીત નહી હોય.

  • ગુજરાતના નાગરિકોએ મૂકેલા વિશ્વાસને પરિપૂર્ણ કરવા કોંગ્રેસ પક્ષના મુખ્યમંત્રી પ્રજાલક્ષી વહીવટમાં વધુ સમય અને શક્તિથી ધ્યાન આપશે.
  • કોંગ્રેસ પક્ષના મુખ્યમંત્રી રબર સ્ટેમ્પ નહી હોય. નાયબ મુખ્યમંત્રી પર આધારીત નહી હોય.
  • ખોટા વાયદા કરનાર નહિ હોય અને જુમલે બાજ નહી હોય.

કોંગ્રેસ પક્ષના વિધાનસભાના ઉમેદવાર અને મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરવા ભાજપે કરેલ પડકારનો જવાબ આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ભાજપ તેમની આંતરીક ખેંચતાણ અને તમામ મોરચે નિષ્ફળતાને લીધે પ્રજાનું ધ્યાન અન્યત્ર દોરવા નતનવા હથકંડા કરી રહ્યું છે. કોંગ્રેસ પક્ષના મુખ્યમંત્રી પદના ઉમેદવાર રાજકીય ખટપટમાં રચ્યા પચ્યા નહી રહે. ગુજરાતના નાગરિકોએ મૂકેલા વિશ્વાસને પરિપૂર્ણ કરવા કોંગ્રેસ પક્ષના મુખ્યમંત્રી પ્રજાલક્ષી વહીવટમાં વધુ સમય અને શક્તિથી ધ્યાન આપશે. કોંગ્રેસ પક્ષના મુખ્યમંત્રી રબર સ્ટેમ્પ નહી હોય. નાયબ મુખ્યમંત્રી પર આધારીત નહી હોય. ખોટા વાયદા કરનાર નહિ હોય અને જુમલે બાજ નહી હોય. ગુજરાતની ભાજપ સરકારની જન વિરોધી નીતિને કાપવા તમામ સમાજના નાગરિકો હેરાન પરેશાન છે. ગુજરાતના ખેડૂતો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note