ભાજપ સરકારે જો પ્રજાના કામો કર્યા હોય તો જાહેરમાં ચર્ચા કરવા પડકાર : 04-10-2017
- ગુજરાતમાં કોંગ્રેસની સરકારે કરેલ પ્રજાકીય કામો સામે ભાજપ સરકારે જો પ્રજાના કામો કર્યા હોય તો જાહેરમાં ચર્ચા કરવા પડકાર: ડૉ. હિમાંશુ પટેલ
ગુજરાત રાજ્યમાં છેલ્લા ૨૨ વર્ષથી ભારે હાલાકી સાથે વ્યથા વેઠી રહેલાં દરેક ક્ષેત્રનાં તમામ વર્ગનાં લોકોમાં ભાજપ સરકાર સામે એટલી હદે રોષ વ્યાપેલો છે કે, ગાંડા થયેલા વિકાસે હવે, રાજકીય લ્હાણી શરૂ કરી દીધી છે. ભાજપ સરકારે સવર્ણ આયોગ, મગફળી – કપાસનાં ભાવો, કર્મચારીઓને ૭મા પગાર પંચના લાભોથી લઈ પગાર વધારો અને ઘરનું ઘર જેવી જાહેરાતોને માત્ર ચૂંટણીલક્ષી ખુશામતખોરી જણાવતાં કોંગ્રેસનાં પ્રદેશ પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે આ જાહેરાતો અગાઉ ભાજપ સરકારે છેલ્લાં પાંચ વર્ષમાં ખેડૂતો, પાટીદારો – સવર્ણો, વિદ્યાર્થીઓ, શિક્ષિત બેરોજગારો, મહિલાઓ અને શોષિત કર્મચારીઓને ક્યારે, કેટલી રાહતો આપી તેની સત્તાવાર યાદી જાહેર કરવા માંગણી કરી છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો