ફી ઘટાડો, બેઠકોમાં વધારો : 03-10-2017
આજ રોજ અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના સહમંત્રી અને એન.એસ.યુ.આઈ.ના પ્રરાષ્ટ્રીય ભારી શ્રી. રુચીબેન ગુપ્તાએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લા ૨૨ વર્ષના શાસનમાં ગુજરાતના વિદ્યાર્થીઓને ભાજપ સરકાર ફી અને ડોનેશનના નામે ખિસ્સા ખંખેરી રહી છે. ખાનગી કોલેજોમાં ૧૦૦૦% જેટલો ફી માં વધારો કર્યો છે. સરકારી કોલેજોમાં ૩૦૦% થી વધુ ફી માં વધારો કર્યો છે. એન્જીનીયરીંગની ૮૦% બેઠકો અને એમ.બી.એ.ની ૯૬% બેઠકો ખાનગી ક્ષેત્રમાં ચાલે છે. કોંગ્રેસનું શાસન હતું ત્યારે વિદ્યાર્થીનીઓને મફત શિક્ષણ અપાતું હતું પણ રાજ્યમાં ભાજપ સરકાર આવ્યા પછી વિદ્યાર્થીનીઓ ને ઉંચી ફી માં શિક્ષણ મેળવવું પડે છે. ગુજરાતમાં ૭% વિદ્યાર્થીનીઓ જ સ્નાતક કક્ષા સુધીનું શિક્ષણ પૂર્ણ કરે છે. સરકારી કોલેજોમાં અધ્યાપકો અને સુવિધાના અભાવે નબળી ગુણવત્તા વાળું શિક્ષણ આપવામાં આવે છે. વિદ્યાર્થીઓ કોચિંગ અને ખાનગી ટ્યુશન માટે મજબૂર છે. ત્યારે આ સમગ્ર પ્રશ્નોને લઈને અને વિદ્યાર્થીઓ વચ્ચે જવાના છીએ.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો