રાહુલ ગાંધીએ યોગી આદિત્યનાથ પર કર્યા આકરા પ્રહારો, કહ્યું ‘અંધેરી નગરી ચૌપટ રાજા’
કૉંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ યુપી સરકાર દ્વારા વિશ્વ પ્રસિદ્ધ તાજ મહેલને સત્તાવાર પર્યટન સ્થળની યાદીમાંથી બહાર કરવા પર રાજ્યના સીએમ યોગી આદિત્યનાથને ‘ચોપાટ રાજા’ કહીને કટાક્ષ કર્યો છે. કૉંગ્રેસ ઉપાધ્યક્ષે ટ્વીટ કરીને કહ્યું કે “સૂરજને દીવો ન દેખાવાથી તેની ચમક ઘટી નથી! આવું જ રાજ માટે ભારતેંદુ (હરિશ્ચંદ્ર)એ લખ્યું હતું, ‘અંધેરી નગરી, ચૌપટ રાજા’!”
આપને જણાવી દઇએ કે દુનિયાની સાત અજાયબી તાજ મહેલને યુપી સરકારના સત્તાવાપ પર્યટન સ્થળોની યાદીમાંથી બહાર કરવા પર વિપક્ષે પ્રહારો કર્યા છે અને યોગી સરકારના આ નિર્ણયને સાંપ્રદાયિક ગણાવી રહ્યાં છે. અહીં એ વાત અગત્યની છે કે થોડાંક દિવસ પહેલાં જ યોગી આદિત્યનાથે બિહારમાં પોતાના એક સંબોધનમાં કહ્યું હતું કે તાજ મહેલમાં ભારતીય સંસ્કૃતિની ઝલક દેખાતી નથી.
તમામ વિવાદ ત્યારે ઉભો થયો જ્યારે ગયા સપ્તાહે યુપી સરકારે રાજ્યના પર્યટન સ્થળોની યાદીવાળી બુકલેટ જાહેર કરી હતી. જેમાં નૈમિષારણ્ય, અલ્હાબાદ, ચિત્રકૂટ, અને તમામ બીજી જગ્યાઓને સામેલ કરાઇ છે પરંતુ આગ્રા કે તાજ મહેલને જગ્યા મળી નહોતી. વિપક્ષની ટીકાઓ બાદ યુપી સરકારના પર્યટન મંત્રાલયે એક પ્રેસ રિલીઝ જાહેર કરી રહ્યું કે જે બુકલેટ પર વિવાદ થયો તેને રાજ્યના સત્તાવાર પર્યટન સ્થળો માટે પ્રકાશિત કરાઇ નથી. મંત્રાલયે કહ્યું કે બુકલેટનો ઉદ્દેશ માત્ર યુપી સરકારના પર્યટન ક્ષેત્રમાં ચાલી રહેલ કે ભવિષ્યની યોજનાઓને હાઇલાઇટ કરવાની હતી અને તેને યોગી સરકારના 6 મહિના પૂરા થવાની તક પર પ્રકાશિત કરાઇ.
ઉલ્લેખનીય છે કે અંદાજે ત્રણ મહિના પહેલાં યોગી આદિત્યનાથે બિહારના દરભંગામાં એક રેલીમાં કહ્યું હતું કે દેશમાં આવતી વિદેશી હસતીઓને તાજ મહેલની પ્રતિકૃતિ ગિફ્ટમાં અપાય છે પરંતુ તેમાં ભારતીય સંસ્કૃતિની ઝલક દેખાતી નથી.
Source: http://sandesh.com/andher-nagri-chaupat-raja-rahul-gandhi-attacks-yogi-adityanath-over-taj-mahal-row/