ભાજપનો કાર્યક્રમ થશે ત્યાં સિવિલનો કાર્યક્રમ કરવા કોંગ્રેસની રણનીતિ
Oct 03, 2017, 03:15 AM IST
પાટણ: પાટણસિવિલ હોસ્પિટલને સઘન સજ્જ કરી ધમધમતી બનાવવા મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રી આવેદનપત્ર અપાયા પછી સોમવારે 113 સહી ઝૂંબેશનો કાર્યક્રમ સિવિલ હોસ્પિટલ સંકુલમાં રાખવામાં આવ્યો હતો. જેમાં હવે આગામી દિવસોમાં ભાજપ દ્વારા યોજાનાર કાર્યક્રમના સ્થળ પર જઇને સિવિલ બચાવો કાર્યક્રમ આપવા નક્કી કરાયું છે. પ્રસંગે શહેર કોંગ્રેસ પ્રમુખ લાલેશ ઠકકર, પૂર્વ પાલિકા પ્રમુખ જાગૃતિબેન, જિલ્લા મહિલા કોંગ્રેસ કોકિલાબેન પરમાર, મુમતાજબાનુ, બબીબેન સોલંકી સહિત અન્ય કાર્યકરો હાજર રહ્યા હતા.
Source: https://www.divyabhaskar.co.in/news/UGUJ-PAT-OMC-MAT-latest-patan-news-031502-186242-NOR.html