અમારી સરકાર આવશે તો 10 દિવસમાં ખેડૂતોના દેવા માફ કરીશું: રાહુલ

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી સૌરાષ્ટ્રની યાત્રા પર છે. આજે સવારે ચોટીલા દર્શન કરીને તેઓ જસદણ પહોંચ્યા હતા. ત્યાં તેઓનું લોકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. બાદમાં જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તેણે જણાવ્યું હતું કે, અમારી સરકાર આવશે તો 10 દિવસમાં ખેડૂતોના દેવા માફ કરીશું.

ભાજપ સરકાર એટલું જૂઠું બોલી છે કે વિકાસ ગાંડો થયો: રાહુલ ગાંધી
રાહુલે વધુમાં જણાવ્યું હતું કે, ભાજપના ફુગ્ગામાંથી હવા નીકળી ગઇ છે. ભાજપ સરકારે જૂઠું બોલવામાં કોઇ માપ રાખ્યું નથી. આથી જ વિકાસ ગાંડો થઇ ગયો છે. ભાજપ સરકાર ખેડૂતોને ભૂલી ગઇ છે. મોદીએ જન ધન ખાતામાં 15 લાખ રૂપિયા નાંખવાની વાત કરી હતી તે હજી સુધી સાબિત કરી નથી. મેક ઇન ઇન્ડિયાનં કામ તો ખરેખર ખેડૂતોએ કર્યું છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-RJK-c-120-rahul-gandhi-came-in-jasdan-and-says-of-bjp-NOR.html