આજે રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે, ત્રણ દિવસ સુધી સૌરાષ્ટ્ર ઘમરોળશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને પગલે કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ફરી ગુજરાતની ત્રણ દિવસીય મુલાકાતે આવી રહ્યાં છે. અમદાવાદમાં રિવરફ્રન્ટ પર જનસંવાદ કાર્યક્રમ બાદ તેમની આ સતત બીજી મુલાકાત છે. સોમવારે દ્વારકાધીશના મંદિરે શીશ ઝુકાવી રાહુલ ગાંધી સૌરાષ્ટ્રમાં રોડ શોનો પ્રારંભ કરશે.

રાહુલ ગાંધી સોમવારે સાડા દસ વાગે દ્વારકા આવી પહોંચશે જયાં તેઓ સીધા દ્વારકાધીશના દર્શન કરવા મંદિરે પહોંચશે. દર્શન કર્યા બાદ તેમનો રોડ શો શરૃ થશે. રાહુલ ગાંધી માટે સોફા-બેડની સુવિધાથી સજજ એક લકઝરી બસ બનાવાઇ છે. ખુલ્લીજીપમાં રોડ શો કરવા માટે પોલીસે મંજૂરી આપી ન હતી જેના લીધે લકઝરી બસની વ્યવસ્થા કરાઇ છે. ઠેર ઠેર રસ્તામાં રાહુલ ગાંધીનું સ્વાગત કરવામાં આવશે. દ્વારકાથી રાહુલ ગાંધીનો કાફલો મોડી સાંજ સુધીમાં જામનગર પહોંચશે. પ્રથમ દિવસે રાહુલ ગાંધી જામનગર સરકીટ હાઇસમાં રોકાણ કરશે.
http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad/today-rahul-gandhi-visits-gujarat-saurashtra-will-suffer-for-three-days