9મીએ રાહુલ ફરી ગુજરાતમાં, બે રોડ શો, ત્રણ જાહેરસભાને સંબોધશે
– દિવાળી પછી રાહુલ ઉત્તર ગુજરાતમાં ચૂંટણીલક્ષી પ્રવાસ કરશે
– મહેમદાવાદથી રોડ શોનો પ્રારંભ થશે, 10 સ્થળો કોર્નર મિટીંગો, 40 સ્થળો સ્વાગત કાર્યક્રમ યોજાશે
અમદાવાદ, તા.1 ઓકટોબર 2017,રવિવાર
સૌરાષ્ટ્રને ઘમરોળ્યા બાદ કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ફરી એક વાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. રાહુલ ગાંધી ૯મીએ અમદાવાદ આવી પહોચશે. તેઓ ત્રણ દિવસ સુધી મધ્ય ગુજરાતના ગામડા-શહેરોમાં મતદારોનો લોકસંપર્ક કરશે.
આગામી તા.૯,૧૦,૧૧મીએ રાહુલ ગાંધી ગુજરાતમાં અડિંગા જમાવશે. સૌરાષ્ટ્રમાં રાહુલ ગાધીને લોકોનો વ્યાપક પ્રતિસાદ સાંપડયો છે. રાહુલ હવે બીજા તબક્કામાં મધ્ય ગુજરાતનો પ્રવાસ ખેડશે. ૯મીએ રાહુલ ગાંધી અમદાવાદ આવી પહોચશે ત્યાંથી તેઓ મહેમદાબાદથી નડિયાદ,ખેડા સહિતના શહેરો સુધી રોડ શો કરશે. ત્રણ દિવસના રોકાણ દરમિયાન તેઓ ડભોઇ,વડોદરામાં પણ રોડ શો કરશે. આ ઉપરાંત બોડેલી, ફાગવેલ અને બોરસદમાં જાહેરસભાને પણ સંબોધિત કરશે.
રાહુલ કુલ મળીને ૫૦૦ કીમીનો રોડ શો કરશે જેમાં રસ્તામાં ૪૦ સ્થળોએ ગ્રામજનો દ્વારા સ્વાગત કરવામાં આવશે. રાહુલ ગાંધી ૧૦ સ્થળો કોર્નર મીટીંગ કરીને લોકો સાથે સીધી વાતચીત કરશે. દિવાળી બાદ રાહુલનો ત્રીજા તબક્કાનો પ્રવાસ શરૃ થશે. રાહુલ ગાંધીનો ઉત્તર ગુજરાતનો પ્રવાસનું આયોજન થઇ રહયું છે.
-દિવાળી પછી રાહુલ ઉત્તર ગુજરાતમાં ચૂંટણીલક્ષી પ્રવાસ કરશે
૯મીએ રાહુલ ફરી ગુજરાતમાં, બે રોડ શો, ત્રણ જાહેરસભાને સંબોધશે
-મહેમદાવાદથી રોડશોનો પ્રારંભ થશે,૧૦ સ્થળો કોર્નર મિટીંગો,૪૦ સ્થળો સ્વાગત કાર્યક્રમ યોજાશે
Source: http://gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad/on-9th-may-rahul-will-again-address-in-gujarat-two-road-shows-three-public-meetings