ભાજપની વિસ્તારકો માટેની કીટ-પ્રચાર સામગ્રી બાળકો પાસે તૈયાર કરવાની બાળ મજદુરી ઘટના : 30-09-2017
ભાજપ સરકારના મંત્રીશ્રી વલ્લભભાઈ કાકડિયાના કાર્યાલયમાં ભાજપની વિસ્તારકો માટેની કીટ-પ્રચાર સામગ્રી વિદ્યાનિકેતન શાળા, ખોડીયારનગરમાં અભ્યાસ કરતાં નાના બાળકો પાસે તૈયાર કરવાની બાળ મજદુરી ઘટનાનો વિડીયો જે વાયરલ થયો તેના પરથી ભાજપની અને મંત્રીશ્રીની બાળકો પાસેની મજુરીના દ્રશ્યો સ્પષ્ટ થાય છે. સમગ્ર દેશમાં અને ગુજરાતમાં બાળ મજુરી કરવી કે કરાવવી કાયદાકીય રીતે ફોજદારી ગુન્હો છે. ત્યારે ભાજપના મંત્રીશ્રી દ્વારા શાળાના ગણવેશ સાથેના બાળકો પાસે બાળ મજુરી અંગે તાત્કાલિક ફોજદારી ગુન્હો દાખલ કરવા અને ભાજપના મંત્રીમાં શરમ હોય તો રાજીનામું આપે તેવી માંગ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ભાજપ સરકારની કરની અને કથનીમાં મોટું અંતર છે. બાળકો પાસે મજદુરી કરાવવાના દ્રશ્યોથી સ્પષ્ટ થાય છે કે, બાળ મજદુરી કાયદાનું પાલન કરાવવાને બદલે ભાજપ સરકારના મંત્રીઓ જ કાયદાના સદંતર ધજ્જીયા ઉડાડી રહ્યા છે. ભાજપ સરકારના મંત્રીનો આ વિડીયો જ સાબિતી છે કે, ગુજરાતમાં બાળ મજુરી રોકવા માટે ભાજપ સરકાર ગંભીર નથી.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો