ગઢડાના પૂર્વ ધારાસભ્યશ્રી પ્રવિણ મારૂ, પ્રદેશ મંત્રીશ્રી હયાતખાન બલોચ કોંગ્રેસ પક્ષમાં વધુ મજબૂતીથી અને અસરકાર કામગીરી કરવા પ્રતિબધ્ધતા : 22-09-2017

ગઢડાના પૂર્વ ધારાસભ્યશ્રી પ્રવિણ મારૂ, પ્રદેશ મંત્રીશ્રી હયાતખાન બલોચ, પૂર્વ કાઉન્સીલરશ્રી રવજીભાઈ મારૂ, શ્રી બાલાજી વણઝારા, શ્રી વિપુલભાઈ બ્રહ્મભટ્ટ, ભરતભાઈ કોટિલા અને વિજયભાઈ કનારાએ કોંગ્રેસ પક્ષના સંગઠન અને આગામી ચૂંટણીને ધ્યાનમાં લઈ પોતાની લાગણી-માંગણીઓ સાથે નારાજગી વ્યક્ત કરી હતી. જેને પ્રદેશ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી અને એ.આઈ.સી.સી. ના મહામંત્રીશ્રી દિપક બાબરીયા સાથે રૂબરૂ ચર્ચા કરતા તમામ આગેવાનો સાથે હકારાત્મક વાતાવરણમાં ગુજરાતના નાગરિકોના હિતમાં અને જ્યારે સમગ્ર ગુજરાત પરિવર્તન ઈચ્છે છે તેવા સમયે કોંગ્રેસ પક્ષમાં વધુ મજબૂતીથી અને અસરકાર કામગીરી કરવા પ્રતિબધ્ધતા જાહેર કરી છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note