ખેડા જિલ્લાના ભાજપના મહત્વના આગેવાનો-કાર્યકરો ભાજપથી છેડો ફાડીને કોંગ્રેસ પક્ષમાં જોડાઈ રહેલા કાર્યકર્તા-આગેવાનો : 13-09-2017

ભાજપ સરકાર દ્વારા જે રીતે ખેડૂત, વ્યાપારી, મધ્યમવર્ગ, યુવાનો, મહિલાઓ, વિદ્યાર્થીઓને અન્યાય થઈ રહ્યો છે એનાથી વ્યથિત થઈને સમાજના જુદા જુદા વર્ગોમાં આક્રોશ અને અંજપો છે. એકબાજુ ખેડૂતોને એમના પાકના પોષણક્ષમ ભાવો નથી મળી રહ્યાં તો બીજીબાજુ ખેડૂતોના પાકના નુક્શાન સામે વીમા કંપનીઓના ઠાગાઠૈયા કરી રહી છે. સરકારની તંત્ર તથા વ્યવસ્થા ઉપર પકડ રહી નથી અને અધિકારીઓ મનમાની કરી રહ્યાં છે ત્યારે ખેડા જિલ્લાના ભાજપના મહત્વના આગેવાનો-કાર્યકરો ભાજપથી છેડો ફાડીને કોંગ્રેસ પક્ષમાં જોડાઈ રહેલા કાર્યકર્તા-આગેવાનોને આવકારતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note