યુ.પી.એ.-II કોંગ્રેસ સરકાર દ્વારા ૧૧૫ માં સંવિધાનિક સંશોધન ૨૦૧૧ માં જી.એસ.ટી… : 09-09-2017
યુ.પી.એ.-II કોંગ્રેસ સરકાર દ્વારા ૧૧૫ માં સંવિધાનિક સંશોધન ૨૦૧૧ માં જી.એસ.ટી. ભારતમાં સાકાર કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી સતત ૭ વર્ષ સુધી જી.એસ.ટી.નો વિરોધ કર્યો હતો. યુ.પી.એ.-૨ સરકાર દ્વારા જે જી.એસ.ટી. લાવવામાં આવાનું હતું એનો ઉદ્દેશ્ય સેવા તથા વસ્તુઓ પર સિંગલ, પારદર્શી તથા સરળ તથા ઓછા ટેક્ષ રાખવાની વાત હતી. જો કે ભાજપ સરકાર દ્વારા હાલમાં લાવવામાં આવેલ જી.એસ.ટી. ૭ પ્રકારનું કર માળખું (૦.૨૫%, ૩%, ૫%, ૧૨%, ૧૮%, ૨૮%, ૪૦%) તથા ગુંચવણ ભરેલું તથા વિવિધ ફોર્મ (વાર્ષિક ૩૭ ફોર્મ) સાથે સામાન્ય વેપારીઓ, દુકાનદારો, નાના તથા મધ્યમ વેપારીઓ, ખેડૂતો તથા સામાન્ય માણસ માટે એક માથાના દુખાવો પુરવાર થયો છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો