વિકાસ ગાંડો થઈ ગયો છે એટલે પ્રચાર ભૂખ્યા ભાજપી નેતાઓ દ્વારા પોતાના માર્કેટિંગ માટે લોખંડી પુરૂષ શ્રી સરદાર સાહેબનું અપમાન કર્યું : 09-09-2017

  • વિકાસ ગાંડો થઈ ગયો છે એટલે પ્રચાર ભૂખ્યા ભાજપી નેતાઓ દ્વારા પોતાના માર્કેટિંગ માટે લોખંડી પુરૂષ શ્રી સરદાર સાહેબનું અપમાન કર્યું છે.
  • લોખંડી પુરૂષ શ્રી સરદાર સાહેબનું અપમાન કરનાર ભાજપ ગુજરાતના છ કરોડ નાગરિકોની માફી માંગે.
  • ભાજપને પોતાનો કોઈ ઈતિહાસ જ નથી એટલે આવું અપમાન કરે તે સ્વાભાવિક.

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા બંધની કામગીરી પૂર્ણ થતાં જ ગુજરાતભરમાં મા નર્મદા મહોત્સવની ઉજવણી ચાલી રહી છે. જેમાં ગુજરાતભરમાં નર્મદા રથ ફરી રહ્યાં છે. પરંતુ સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે, સરદાર સરોવર બંધના સ્વપ્નદ્રષ્ટા એવા સરદાર સાહેબનો ફોટોગ્રાફ ક્યાંય નર્મદા રથમાં જોવા મળતો નથી. અખંડ ભારતના શિલ્પી સરદાર સાહેબે જ સરદાર સરોવર બંધનું ખાતમુહૂર્ત પણ કર્યું હતું.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note