આયાતીને ટિકિટ નહીં મળે- રાહુલ ગાંધી
કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી 4 સપ્ટેમ્બરને સોમવારે અમદાવાદની એક દિવસીય મુલાકાતે આવ્યા હતા. તેઓ સાડા 12 વાગ્યે પ્લેનમાં દિલ્હીથી અમદાવાદ આવી પહોંચ્યા હતા. અહીં તેમનું સ્વાગત પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, પ્રભારી અશોક ગહેલોત સહિતના નેતાઓ કર્યું હતું. ત્યારબાદ તેઓ સીધા એનઆઇડી પાછળના રિવરફ્રન્ટ માટે રવાના થયા હતા. અહીં તેઓ ઇવેન્ટ સેન્ટર પર કાર્યકરોને ‘સંવાદ’કાર્યક્રમ હેઠળ સંબોધન કર્યુ હતું. જેમાં રાહુલે ગાંધીજી એ જણાવ્યું હતું કે, બહારથી આવનારને કોંગ્રેસ ટિકિટ નહીં આપે.
સંવાદના અંશો
– ટિકિટ અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે
– ગુજરાતના ખેડૂતો પર 36,000 કરોડનું દેવું છે
– ગુજરાતમાં નેનો પ્રોજેક્ટ લાવવા સરકારે કરોડો રૂપિયા આપ્યા
– તે સમયે મોદી સરકારે નેનો પ્રોજેક્ટને 60 હજાર કરોડનો ફાયદો પહોંચાડ્યો હતો
– કોંગ્રેસને ગુજરાતના આદીવાસીઓ અને નાના વેપારીઓનું દર્દ સંભળાય છે
– મોદી સરકાર સરમુખત્યાર અને મીડિયાનો અવાજ દબાવે છે
– મોદીજીએ નોટ જોઈ તેમને ન ગમી એટલે બદલી
– મોદીને 500 અને 1000ની નોટ સારી ન લાગી એટલે નોટબંધી
– મોદીને મનની વાત કરવી સારી લાગે છે, સાંભળવી નહીં
– નોટબંધી પછી 99% નોટો પાછી આવી ગઇ
– જીડીપી ઓછી થવાનું કારણ નોટીબંધી છે
– ચીનનો મુકાબલો ભારતના નાના અને મધ્યમ ઉદ્યોગ કરી શકે છે
– 60 હજાર કરોડ રૂપિયા એક કંપનીને આપ્યા, રૂપિયા, જમીન આપી 0.1 ટકાએ રૂપિયા આપ્યા
– નાના અને મધ્યમ ઉદ્યોગને આપ્યા હોત તો ગુજરાત આખા દેશને રસ્તા બતાવી શક્યું હોત
– કોંગ્રેસનો મતલબ કોઈને પણ દર્દ થઈ રહ્યું હોય નાનું હોય કે મોટી તેને ગળે લગાડી મદદ કરવી એ જ છે કોંગ્રેસ પાર્ટી
– ગુજરાતમાં પાટીદાર, દલિત, માઈનોરીટિને દર્દ થયું છે
– બીજેપી દલિતો, આદીવાસીઓ સહિત સમાજનું વિભાજન કરે છે
– આદીવાસીઓની જમીનનો વાયદો અમે ગુજરાતમાં પુરો કરી બતાવીશું
– ગુજરાતની શક્તિ નાના અને મધ્યમ બિઝનેસમાં છે, એ જ રોજગાર આપી શકે છે
– નાના અને મધ્યમ ઉદ્યોગ માટે બેંકના દરવાજા ખોલવા
– પાટીદારોનો ઉલ્લેખ કરીને કહ્યું સરકારી નોકરીમાં લોકોને સ્થાન અપાશે
– ગુજરાતનું એજ્યુકેશન સિસ્ટમ લોકો પાસેથી પૈસા પડાવવાની સિસ્ટમ છે.
– પૈસેથી ડિગ્રી લઈને નોકરી શોધતા ફરો નહીં મળે
– દલિતોની જમીનને લઈને કોંગ્રેસ સત્તા પર આવશે ત્યારે અમે કામ ચાલુ કરીશું
– યુપીએની સરકાર હતી ત્યારે અમે ખેડૂતોને અમે હકનું ધ્યાન રાખ્યું, બિલ લાવ્યા હતા
– ગુજરાતની ચૂંટણીથી વડાપ્રધાન સહિતના ડરેલા છે
– આ વખતે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર આવશે, પાર્ટીના વર્કર કામ કરશે
Source: https://www.divyabhaskar.co.in/news/MGUJ-AHM-c-69-congress-vice-president-rahul-gandhi-visit-ahmedabad-NOR.html