કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આગામી તા. ૨૨ થી ૨૬ સપ્ટેમ્બર દરમ્યાન ગુજરાતનો પ્રવાસ કરશે

શ્રી ભરતસિંઘ સોલંકીએ કહ્યું હતું કે, રાહુલ ગાંધી ૨૨ થી ૨૬મી સપ્ટેમ્બર દરમિયાન સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત માં ૨-૨ દિવસની મુલાકાત લેશે. તેઓએ કહ્યું હતું કે, સૌરાષ્ટ્રના દ્વારકાથી યાત્રા નો પ્રારંભ થશે.

તેઓ એ એમ પણ કહ્યું હતુંકે, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ ચાર દિવસની યાત્રા યોજાશે. પ્રથમ તબક્કાની યાત્રા બાદ ત્રણ-ચાર દિવસ પછી બીજા તબક્કાની યાત્રાની શરૂઆત થઇ શકે છે.

Source: http://g.deshgujarat.com/rahul-gandhi-to-hold-8-day-yatra-in-gujarat-in-two-phases-first-phase-from-september-22/