નોટબંધી અંગે શ્વેતપત્ર બહાર પાડી પ્રજાને હિસાબ આપવા મુખ્યમંત્રીને પડકાર : 29-08-2017
- ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં નોટબંધી અંગે શ્વેતપત્ર બહાર પાડી પ્રજાને હિસાબ આપવા મુખ્યમંત્રીને પડકાર
- ગુજરાતમાં નોટબંધી પછી કેટલું કાળું નાણું પકડાયું, કેટલા ભ્રષ્ટચારીઓ દબોચ્યાં, કેટલાં ગરીબો સદ્ધર થયાં તેનો જવાબ આપોઃ ડૉ. હિમાંશુ પટેલ
ભાજપ સરકારે નોટબંધી જાહેર કર્યા પછી ગુજરાતને શું લાભ કે ગેરલાભ થયો તેનું આર્થિક વિશ્લેષણ કરતું શ્વેતપત્ર બહાર પાડવાની માંગણી કરતાં કોંગ્રેસનાં પ્રદેશ પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે જણાવ્યું છે કે, વડાપ્રધાનનાં વતન ગુજરાત મોડેલ માંથી કેટલું કાળું નાણું પકડાયું ? મહેશ શાહ અને તેણે જાહેર કરેલાં કરોડોનાં કાળાં નાણાં ક્યાં ગયા ? અને જનધન યોજનાનાં કેટલાં ગરીબો આર્થિક રીતે સદ્ધર થયાં તેનો જવાબ રાજ્યનાં મુખ્યમંત્રીએ આપવો જોઈએ.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો