ગુજરાતના છ કરોડ નાગરિકોનું આરોગ્ય રામ ભરોસે : 27-08-2017

ગુજરાતના છ કરોડ નાગરિકોનું આરોગ્ય રામ ભરોસે હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે રાજ્યમાં સ્વાઇન ફ્લુ, મેલેરિયા, ડેન્ગ્યુ, ટાઈફોઈડ, કોંગો ફીવર જેવા વિવિધ વાયરલ રોગોના કારણે ગુજરાતની હોસ્પિટલો અને ખાસ કરીને ખાનગી હોસ્પિટલો ઉભરાઈ રહી છે. અને બીજી બાજુ રાજ્યના આરોગ્ય વિભાગ કુંભકર્ણની નિંદ્રામાં પોઢી ગયું હોય તેવો આક્ષેપ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતની ભાજપ સરકાર ઉત્સવો પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. બીજી બાજુ આરોગ્ય સેવામાં માથાદીઠ ખર્ચ કરવામાં ગુજરાત છેવાડાનું રાજ્ય છે. રાજ્યમાં આઠ મહિનામાં ૧૫૬૩ કેસો સ્વાઈન ફ્લૂના નોંધાયા જેમાંથી ૮૪ લોકો મોતને ભેટ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૪ લોકોના મોત અને ૬૪ નવા કેસો નોંધાયા છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note