સી.આર.પી.એફના ઝાંબાઝ જવાન શ્રી દિનેશ બોરસેના પાર્થિવ દેહ : 27-08-2017
સી.આર.પી.એફના ઝાંબાઝ જવાન શ્રી દિનેશ બોરસેના પાર્થિવ દેહને આજરોજ અમદાવાદ ખાતે તેમના નિવાસસ્થાને જ્યારે લાવવામાં આવ્યો ત્યારે તેમના પરિવારજનોની સાથો સાથ સ્થાનિક નાગરિકોની આંખ પણ અશ્રુભીની થઈ હતી. બહાદુર જવાનને સૌએ નતમસ્તકે સલામી આપી હતી. કોંગ્રેસ પક્ષના આગેવાનોએ શહીદ જવાન શ્રી દિનેશ બોરસેના પાર્થિવ દેહને પુષ્પાંજલી અર્પણ કરીને સી.આર.પી.એફના ઝાંબાઝ જવાન શ્રી દિનેશ બોરસેના પાર્થિવ દેહને આજરોજ અમદાવાદ ખાતે શ્મશાન યાત્રામાં વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી મોહનસિંહ રાઠવા, કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રિય પ્રવક્તા શ્રી શક્તિસિંહ ગોહિલ, પૂર્વ મેયરશ્રી હિંમતસિંહ પટેલ, વિધાનસભા કોંગ્રેસ પક્ષના દંડકશ્રી શૈલેષ પરમાર, મ્યુ.કોપો. નેતાશ્રી દિનેશ શર્મા સહિત સ્થાનિક કાર્યકરો-આગેવાનો જોડાયા હતા અને ઝાંબાઝ જવાનની શહાદતને નમન કર્યા હતા.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો