કોંગ્રેસ પક્ષના ધારાસભ્યશ્રીઓ આજ રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી : 21-08-2017
કોંગ્રેસ પક્ષના ધારાસભ્યશ્રીઓ આજ રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી મોહનસિંહ રાઠવાના નેતૃત્વમાં કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધી અને ઉપાધ્યક્ષશ્રી રાહુલ ગાંધી સાથે વિશેષ મુલાકાત કરી હતી. જેમાં તાજેતરમાં રાજ્યસભાની ચૂંટણી દરમિયાન ભાજપે કરેલા કારનામાં, કાવતરાં, લોભ-લાલચ, ધાક-ધમકી સામે કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના ઉમેદવારશ્રી અહમદભાઈ પટેલ અને કોંગ્રેસ પક્ષનો લોકતાંત્રિક મુલ્યો-સત્ય-ઈમાનદારીના વિજય થયો. જેના લીધે ભાજપના તમામ કારનામાં – કાવતરા – મનસુબા પર પાણી ફરી વળ્યું. તેથી નિરાશ થયેલ ભાજપ દ્વારા કોંગ્રેસ પક્ષ પર લોકતંત્રના અપમાનની કરેલી મોટી મોટી વાતો કેટલી હાસ્યાસ્પદ છે તેનો પર્દાફાશ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોએ ભાજપની તમામ પ્રકારના હથકંડાનો પરાજય આપ્યો. ભાજપે જે રીતે ધારાસભ્યોને કરોડો રૂપિયાની લોભ-લાલચ આપી પણ કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોએ પ્રજા અને પક્ષ પ્રત્યે નિષ્ઠા રાખીને પ્રમાણિકતા દાખવી જેના લીધે ભાજપને કારમી લપડાક પડી.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો