ભાજપ સરકારની ગુનાહીત બેદરકારીથી પૂર, સ્વાઈન ફ્લુ, રોડ-ભૂવા અને નીટથી નિર્દોષ લોકો : 18-08-2017

  • ભાજપ સરકારની ગુનાહીત બેદરકારીથી પૂર, સ્વાઈન ફ્લુ, રોડ-ભૂવા અને નીટથી નિર્દોષ લોકો મોતનાં મુખમાં ધકેલાયા
  • ભાજપ સરકારે આપેલાં કમરતોડ બોજનાં કારણે આગામી ચૂંટણીમાં પ્રજા ભાજપની કરોડરજ્જુ તોડી નાંખશેઃ ડૉ. હિમાંશુ પટેલ

સ્વાઈન ફ્લુ હોય કે પૂરની આફત માત્રને માત્ર પ્રસિધ્ધીમાં જ રચીપચી રહેતી ભાજપ સરકારની ગંભીર અને ગુનાહીત બેદરકારીનાં કારણે ગુજરાતમાં વિકરાળ બનેલી સ્વાઈન ફ્લુના રોગચાળામાં નિર્દોષ લોકો મોતનાં મુખમાં ધકેલાઈ રહ્યાં છે ત્યારે ફોટોપ્રેમી મુખ્યમંત્રીએ 150 અને 360 બેઠકોનાં લક્ષ્ય રાખવાનાં બદલે સ્વાઈન ફ્લુને બિલકુલ નિયંત્રણમાં લાવવા માટે નક્કર પગલાં ભરવાં સાથે મહાનગરોમાં તુટેલાં રોડ – ભૂવા તેમજ નીટથી ગુજરાતી માધ્યમનાં વિદ્યાર્થીઓને થયેલો અન્યાય તાકીદે દૂર કરવા આયોજનબદ્ધ કામગીરી કરવા કોંગ્રેસનાં પ્રદેશ પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે માંગણી કરી છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note