‘નીટ’ ના મુદ્દે ગુજરાતી માધ્યમના ૪૭,૫૮૩ વિદ્યાર્થીઓને ન્યાય મળે : 17-08-2017

  • કોંગ્રેસ પક્ષ ૧૮મી ઓગષ્ટના રોજ રાજ્યના ૩૩ જિલ્લા અને ૮ મહાનગરોમાં ‘નીટ’ ના મુદ્દે ગુજરાતી માધ્યમના ૪૭,૫૮૩ વિદ્યાર્થીઓને ન્યાય મળે તે માટે તમામ કલેક્ટરશ્રીઓને આવેદનપત્ર આપશે.

NEET ના પ્રશ્નપત્ર અલગ હોવાથી ગુજરાતી માધ્યમના ૪૭,૫૮૩ વિદ્યાર્થીઓના ડોક્ટર બનવાના સ્વપ્ન પર પાણી ફરી રહ્યું છે. ત્યારે રાજ્ય સરકાર મૂક પ્રેક્ષક બનીને ગુજરાતના મેરીટ ધરાવતાં હજારો વિદ્યાર્થીઓની કારકિર્દી સાથે ચેડાં કરી રહી છે વારંવારની રજૂઆત છતાં રાજ્ય સરકાર નિર્ણય ન કરતી હોવાથી અસરકર્તા વિદ્યાર્થી-વાલીઓ મોટી સંખ્યામાં સરદાર બાગ ખાતે બપોરે ૧૨-૦૦ કલાકથી સાંજના ૫-૦૦ કલાક સુધી ધરણાં, પ્રર્દશન કરીને ન્યાય માટે માંગણી કરી હતી. ગુજરાતની માધ્યમના વિદ્યાર્થીઓને ન્યાય મળે તે માટે કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય મંત્રી શ્રી દિપકભાઈ બાબરિયા, શહેર કોંગ્રેસ પ્રમુખશ્રી ચેતન રાવલ, ઉપપ્રમુખશ્રી ડૉ. જીતુભાઈ પટેલ, પ્રવક્તા ડૉ.મનીષ દોશી, સહિતના કાર્યકરો-આગેવાનોએ સમર્થન આપીને ઉપસ્થિત રહીને ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને અન્યાય ન થાય તે માટે તાત્કાલિક યોગ્ય કરવાની માંગ કરી હતી. ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને ન્યાય મળે તે માટે તેમની તમામ લડતમાં કોંગ્રેસ પક્ષ સંપૂર્ણ સાથે છે. કોંગ્રેસ પક્ષ ૧૮મી ઓગષ્ટના રોજ રાજ્યના ૩૩ જિલ્લા અને ૮ મહાનગરોમાં ‘નીટ’ ના મુદ્દે ગુજરાતી માધ્યમના ૪૭,૫૮૩ વિદ્યાર્થીઓને ન્યાય મળે તે માટે તમામ કલેક્ટરશ્રીઓને આવેદનપત્ર આપશે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note