રાજ્યસભાની ચૂટણીમાં થયેલ વિજયની ઉજવણી
- કોંગ્રેસ પક્ષના રાજ્યસભાના ઉમેદવાર શ્રી અહેમદભાઈ પટેલના વિજયની ઉજવણીના ભાગરૂપે રાજ્યના ૩૩ જિલ્લા અને ૮ મહાનગરોમાં આતશબાજી
- “ગુંડાગીરી સામે ઈમાનદારીનો વિજય” ના નારા સાથે કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો-આગેવાનો જોડાયા.
તા.૮-૮-૨૦૧૭ ના રોજ રાજ્યસભાની ત્રણ બેઠકો માટે યોજાયેલ ચૂંટણીની મતગણતરીમાં કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતાશ્રી અહેમદભાઈ પટેલનો ભવ્ય વિજય થતા કાર્યકરો અને આગેવાનોમાં આનંદની લાગણી ફેલાઈ હતી. ભાજપના તમામ કારનામા અને કાવત્રા નિષ્ફળ રહ્યાં ભાજપના મનસૂબા પર પાણી ફરી વળ્યું. રાજ્યસભાની ચૂંટણીના પરિણામ બાદ ડરી ગયેલ અને હેબતાઈ ગયેલ ભાજપ અનાપ-સનાબ આક્ષેપો કરીને ચહેરો છુપાવવાના પ્રયત્ન કરી રહી છે. રાજ્યસભાની ચૂંટણીમાં જે દિવસથી પ્રથમ જાહેરનામુ ત્યારબાદ જાહેરનામું બે મહિના માટે સ્થગિત કરાવવું અને ચૂંટણીના નવા જાહેરનામા બાદ કોંગ્રેસ પક્ષમાંથી ધારાસભ્યોને લોભ, લાલચ, ધાક-ધમકી, કેન્દ્રીય એજન્સી દ્વારા હેરાનગતિ છતાં ભાજપના જીત માટેની ડંફાશોનો પરપોટો ફુટી ગયો છે. મતદાન અને મતગણતરી દરમ્યાન પણ ભાજપ દ્વારા ખોટી ખોટી વિગતો જાહેર કરવામાં આવી રહી હતી. સતત ભ્રમણા અને વિસંગતતાની સાથે અસમંજસની સ્થિતિ પેદા કરવાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં ત્રણ કલાક બાદ ભાજપના ખોટા દાવાઓનો પર્દાફાશ થયો હતો.