રાજ્ય સભાની ચૂંટણીને લઈને ભાજપ તમામ પ્રકારના દાવપેચ-કાવત્રા : 02-08-2017

રાજ્ય સભાની ચૂંટણીને લઈને ભાજપ તમામ પ્રકારના દાવપેચ-કાવત્રા ખેલી રહી  છે. કોંગ્રેસ પક્ષના ધારાસભ્યશ્રીઓને યેનકેન પ્રકારે તોડવા અને ના માને તો ધાક-ધમકી અને ડરનો માહોલ ઉભો કરીને પોતાના મનસૂબા પાર કરવા માંગે છે. ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ગુજરાતની જેમ હવે દેશમાં પણ દાદાગીરીનું રાજ શરૂ કર્યું હોય તેમ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષના ઈશારે કર્નાટકમાં બેંગ્લુરુ ખાતે કોંગ્રેસ પક્ષ ધારાસભ્યો જ્યાં રોકાયા છે તે જગ્યા પર ઈન્કમ ટેક્ષના દરોડા પાડીને ત્યાં પણ ભયનો માહોલ ઉભો કરવાનો પ્રયત્ન કર્યો હોવાનો આક્ષેપ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં સંખ્યાબળની ર્દષ્ટિએ કોંગ્રેસ પક્ષ રાજ્યસભામાં એક બેઠક મેળવે જ્યારે ભાજપ સંખ્યાબળની ર્દષ્ટિએ બે બેઠક મેળવે. તેમ છતાં ભાજપ દ્વારા જુદા જુદા હથકંડા અપનાવીને અનૈતિક રાજનિતી કરી રહી છે. રાજ્ય સભાની બેઠક જીતવા ભાજપે પહેલો દાવપેચ તરીકે રાજ્યસભાની ચૂંટણી ૮જૂને જાહેર થઈ હતી તેને સ્થગિત કરાવી. બીજો દાવપેચ તરીકે પૂરતી બહુમતી ન હોવા છતાં ત્રીજો ઉમેદવાર ઉભો રાખ્યો. ત્રીજો દાવપેચ રૂપિયા દશ કરોડની લાંચ કોંગ્રેસના ધારાસભ્યોને આપવાનો પ્રયાસ. ચોથો દાવપેચ ‘નોટા’ નું બટન રાખીને કર્યો અને પાંચમો દાવપેચ બેગ્લુરુ ખાતે ઈન્કમ ટેક્ષની રેડ પાડીને ખેલ્યો છે. આજ રીતે એક પછી એક  ભાજપના કારનામા સામે આવી રહ્યાં છે. ભાજપ લોકશાહીને ગળેટૂપો આપી રહી છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note