પ્રાથમિક શાળામાં આચાર્યો માટે H-TAT માં ફિક્સ પગાર પર કાર્યરત વિદ્યાસહાયકો : 01-08-2017

પ્રાથમિક શાળાના આચાર્યોની ભરતી માટે H-TAT માં વિદ્યાસહાયકોને પાંચ વર્ષનો નોકરીનો સમયગાળો રાજ્ય સરકાર દ્વારા ગણતરીમાં ન લેવાના નિર્ણય હકીકતમાં વિદ્યાસહાયકો સાથે મોટી છેતરપીંડી હોવાનો પર્દાફાશ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં પ્રાથમિક શાળામાં આચાર્યોની ભરતી માટે H-TAT ની જોગવાઈ છે. પ્રાથમિક શાળામાં આચાર્યો માટે સીધી ભરતીથી ૫૦ ટકા અને બઢતીથી ૫૦ ટકા નિમણૂંકો આપવામાં આવે છે. H-TAT માટે ખાનગી શાળામાં શિક્ષક તરીકેનો અનુભવ ધ્યાનમાં લેવામાં આવે છે બીજીબાજુ બઢતી માટે વિદ્યાસહાયકોના પાંચ વર્ષના અનુભવને ધ્યાનમાં લેવામાં ના આવે તે અન્યાયકર્તા છે. રાજ્યમાં વર્ષ ૨૦૦૬ થી વિદ્યાસહાયક પ્રથા દાખલ કરવામાં આવી જેમાં દોઢ લાખથી વધુ શિક્ષકોને ફિક્સ પગારથી જુદા જુદા સમયે નિમણૂંકો આપવામાં આવી છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note