રાજ્યના બનાસકાંઠા, પાટણ, અરવલ્લી, મોરબી,સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોમાં અતિવૃષ્ટિને : 31-07-2017

રાજ્યના બનાસકાંઠા, પાટણ, અરવલ્લી, મોરબી,સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોમાં અતિવૃષ્ટિને કારણે લાખો લોકો બેઘર થાય છે.હજારો હેક્ટર જમીનનું ધોવાણ થયું છે. અતિવૃષ્ટિના પરિણામે પૂરગ્રસ્ત વિસ્તારોમાં સૌથી વધુ ભોગ બનનાર બનાસકાંઠા જિલ્લાના થરાદ, ડીસા,સહિતના વિસ્તારોમાં સાત દિવસ કરતા વધુ સમય વીતી ગયા પછી સરકારને માત્ર રાજનીતિ કરવા માટે એ પૂરગ્રસ્ત વિસ્તાર યાદ આવ્યો છે.કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોશ્રી ગોવાભાઈ દેસાઈ, જોઈતાભાઈ પટેલ, શ્રી મણીભાઈ વાઘેલા, શ્રી મહેશભાઈ પટેલ, શ્રી મહેન્દ્રસિંહ બારૈયા સહિત કોંગ્રેસ પક્ષના સ્થાનિક આગેવાનો સતત પૂરગ્રસ્ત વચ્ચે ખરા સમયે સાથે ઉભા રહ્યા હતા. કોંગ્રેસ પક્ષ દ્વારા તાત્કાલિક પાટણ, ધાનેરા,ડીસા સહિતના વિસ્તારોમાં રાહતકેમ્પ શરૂ કરવામાં આવ્યા છે.કોંગ્રેસ પક્ષની જિલ્લા પંચાયત , તાલુકા પંચાયત દ્વારા પાટણ અરવલ્લી,સુરેન્દ્રનગર, મોરબી સહિતના વિસ્તારોના અસરગ્રસ્તોને ફૂડપેકેટ તથા અન્ય મદદ કરી રહ્યા છે. હવામાન ખાતાની સંપૂર્ણ આગાહી છતાં ભાજપ સરકાર સમગ્ર બાબતને ગંભીરતાથી લેવાની આજે હજારો નાગરિક પુરનો ભોગ બન્યા .

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note