અમદાવાદ જે. પી. ચોક ખાતે તા. ૩૧-૦૭-૨૦૧૭ ને સાંજે ૪-૦૦ કલાકે યોજાનાર કાર્યક્રમ : 29-07-2017
અમદાવાદ જે. પી. ચોક ખાતે તા. ૩૧-૦૭-૨૦૧૭ ને સાંજે ૪-૦૦ કલાકે યોજાનાર કાર્યક્રમની વિગતો જાહેર કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, જે વિસ્તારોમાં અતિવૃષ્ટિના કારણે ભારે તારાજી છે. અસરગ્રસ્તોને કોંગ્રેસ પક્ષની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને સ્થાનિક આગેવાનો-કાર્યકરો મદદ કરી રહ્યાં છે. ત્યારે કોંગ્રેસ પક્ષના નિશાન પંજા પર ચૂંટાયા પછી ભાજપના કાવત્રામાં સામેલ થનાર પ્રજાદ્રોહ-પક્ષદ્રોહ કરનાર રાજીનામા આપનાર જે તે મતવિસ્તારમાં કોંગ્રેસ પક્ષના કાર્યકરો દ્વારા ઉગ્ર દેખાવો કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ પક્ષ દ્વારા આજ રોજ રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીના અધ્યક્ષસ્થાને મળેલ બેઠકમાં પૂર્વપ્રમુખશ્રી અર્જુનભાઈ મોઢવાડીયા, સિધ્ધાર્થભાઈ પટેલ, એ.આઈ.સી.સી.ના મંત્રીશ્રી દિપકભાઈ બાબરીયા, શહેર પ્રમુખશ્રી ચેતન રાવલ, વિધાનસભા કોંગ્રેસ પક્ષના દંડકશ્રી શૈલેષ પરમાર સહિત મોટી સંખ્યામાં કાર્યકરો-આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો