આજ રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની સુચના અનુસાર પ્રદેશના આગેવાનો : 27-07-2017

આજ રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની સુચના અનુસાર પ્રદેશના આગેવાનો પૂર્વ સાંસદશ્રી જગદીશભાઈ ઠાકોર, ધારાસભ્યશ્રી મહેન્દ્રસિંહ બારૈયા, શ્રી ગોવાભાઈ રબારી, શ્રી જોઈતાભાઈ પટેલ, શ્રી કાન્તીભાઈ ખરાડી, બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ઝાકીરહુસેન ચૌહાણ તેમજ આગેવાનો સાથે ડીસા તાલુકાના ઝેરડા સહિતના ગામોની મુલાકાત લીધેલ અને સ્થાનિક અસરગ્રસ્તોને પુછતાં આજદીન સુધી તંત્ર દ્વારા કોઈ મદદ મળેલ નથી અને હવે રોગચાળો ફાટી નીકળે તેવું લાગે છે. સ્થાનિક સંસ્થાઓ અને વ્યક્તિગત લોકોએ મદદ કરેલ છે. ધારાસભ્યશ્રી જોઈતાભાઈ પટેલે જમાવાની વ્યવસ્થા કરેલ છે. બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજ રોજ ૧૫૦૦ જેટલા ફુડ પેકેટનું વિતરણ કરવામાં આવેલ છે અને વિવિધ તાલુકામાં ફુડ પેકેટ મોકલવાની વ્યવસ્થા જિલ્લા કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલ છે અને કન્ટ્રોલ રૂમ પણ જિલ્લા કાર્યાલય ખાતે ચાલુ કરવામાં આવેલ છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note