ગામડે-ગામડે રમાતી ગીલ્લી-દંડાની રમતના નિર્દશન પાછળ દશ લાખથી વધુ રૂપિયાનું આંધણ : 19-07-2017
- ગુજરાતના ગામડે-ગામડે રમાતી ગીલ્લી-દંડાની રમતના નિર્દશન પાછળ દશ લાખથી વધુ રૂપિયાનું આંધણ
- ત્રણ ખેલ મહાકુંભમાં ભાગ લેનાર ખેલાડીઓને અનેક જિલ્લાઓઓમાં ટ્રેકસૂટ ન મળ્યાની ફરિયાદો – ઘણાં ખેલાડીઓ અને શાળાઓને નિયમ મુજબની રકમ પણ ચાંઉ થઈ ગઈ…!
ગુજરાત સરકાર દ્વારા આયોજીત ખેલ મહાકુંભમાં આ વર્ષે ગીલ્લી-દંડાની રમતને સ્થાન આપવામાં આવ્યું છે. ગુજરાતમાં લોકોને ગીલ્લી-દંડા રમતા નથી આવડતું એવું માનતી આ ભાજપા સરકારે મહારાષ્ટ્રમાંથી ચાર ટીમો બોલાવી આ રમતનું નિર્દશન જુજ લોકો સમક્ષ વડોદરા ખાતે યોજ્યું હતું અને જેની પાછળ અંદાજે દશથી બાર લાખ રૂપિયાનું આંધણ પ્રજાના ટેક્ષના પૈસામાંથી કરવામાં આવ્યું છે. એક તરફ રાજ્યમાં રમતનું સ્તર સુધર્યું હોવાની સુફિયાણી વાતો કરનાર ભાજપ સરકાર ઓલમ્પીકમાં રમાતી રમતો તરફ ધ્યાન આપવાની જગ્યાએ ગીલ્લી-દંડા પાછળ આ રીતે નાગરિકો પાસેથી ઉઘરાવેલા ટેક્ષના નાણાંનો દુરપયોગ કરતી અણઘડ નિતીની આલોચના કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશી
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો