ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવાદળની પ્રદેશ કારોબારી : 14-07-2017

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવાદળની પ્રદેશ કારોબારી તા.૧૬/૦૭/૨૦૧૭ રવિવારના રોજ પ્રદેશ કોંગ્રેસ સમિતિ, રાજીવ ગાંધી ભવન, અમદાવાદ ખાતે સવારે ૧૧-૦૦ કલાકે આયોજિત કરવામાં આવેલ છે. આ પ્રદેશ કોંગ્રેસ સેવાદળની પ્રદેશ કારોબારીમાં પ્રદેશ પદાધિકારીશ્રીઓ, શહેર/જીલ્લા પ્રમુખશ્રી, તાલુકા – વિધાનસભા – લોકસભાના પદાધિકારી ભાઈ-બહેનશ્રી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી તેમજ એ.આઈ.સી.સી.ના મહામંત્રી અને ગુજરાતના પ્રભારીશ્રી અશોક ગેહલોતજી ઉપસ્થિત રહી “નવસર્જન ગુજરાત” અન્વયે કોંગ્રેસ પક્ષના સંગઠનમાં અસરકારક કામગીરી અંગે અતિમહત્વની માહિતી તેમજ યોગ્ય માર્ગદર્શન સેવાદળના સૈનિકોને આપશે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note