સરંક્ષણ દળના આધુનિકરણની વાતો કરતી મોદી સરકારે ભૂમિદળમાં ૬.૪ ટકા અને નૌકાદળમાં ૧૨.૧ ટકાનો ઘટાડો કર્યો : 13-07-2017
- ભાજપના શાસનમાં છેલ્લા ત્રણ વર્ષમાં ૫૭૮ જવાનોએ શહાદત ભોગવી.
- માત્ર જમ્મુ-કાશ્મિરમાં આતંકવાદી હુમલાઓમાં દ્વારા ૧૫૦૦૦ નાગરિકો અને ૪૦૦૦ સુરક્ષાકર્મીઓ ઈજાગ્રસ્ત થયા છે.
- ભારતીય લશ્કરને ૫૨૦૦૦ સૈનિકો, ૨૫૦૦૦ વધુ જે.સી.ઓ. અને ૯૦૦૦ વધુ અધિકારીઓની અછત હોવા છતાં પૂર્ણ કરવામાં આવતી નથી
- પાર્ટટાઈમ સરંક્ષણ મંત્રી દેશના નાગરિકોની સુરક્ષા માટે સમય ફાળવી શકશે?
- સરંક્ષણ દળના આધુનિકરણની વાતો કરતી મોદી સરકારે ભૂમિદળમાં ૬.૪ ટકા અને નૌકાદળમાં ૧૨.૧ ટકાનો ઘટાડો કર્યો.
રાષ્ટ્રીય સુરક્ષા, વિદેશનિતી અને પાર્ટટાઈમ સરંક્ષણ મંત્રી દેશના નાગરિકોની સુરક્ષા માટે સમય ફાળવી શકશે? તેવા પ્રશ્ન સાથે દેશના જવાનો ની શહાદત અને નિર્દોષ નાગરિકો આતંકવાદનો ભોગ બની રહ્યાં છે ત્યારે સરંક્ષણ દળના આધુનિકરણની વાતો કરતી મોદી સરકારે ભૂમિદળમાં ૬.૪ ટકા અને નૌકાદળમાં ૧૨.૧ ટકાનો ઘટાડો અંગે જવાબ આપે તેવી માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ભાજપના શાસનમાં છેલ્લા ત્રણ વર્ષમાં ૫૭૮ જવાનોએ શહાદત ભોગવી છે અને ૮૭૭ નાગરિકો શહીદ થયા છે. ભાજપના ખોખલાં ચૂંટણી વાયદાઓ અને પ્રજા સમક્ષ ખોટી રાષ્ટ્રવાદની વાતો કરનારા લોકો સમગ્ર દેશ સામે ખુલ્લા પડ્યાં છે. છેલ્લા ત્રણ વર્ષના શાસનમાં ૧૭૨ અને ૨૫ મહિનામાં ૧૪ જેટલાં મોટા આતંકવાદી-પાકિસ્તાની હુમલાનું ભોગ બન્યું છે. છેલ્લા ત્રણ વર્ષમાં જમ્મુ કાશ્મિરમાં ૨૦૩ સુરક્ષાકર્મીઓ શહીદ થયા અને પાકિસ્તાન દ્વારા ૧૩૪૩ વખત ઘુસપેઠનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો