વડોદરા થી વારાણસી અને રાજકોટથી સુરત રોડ-શો કરવા નીકળી પડતા મોદી આજે દેશને જરૂર છે : 11-07-2017

  • વડોદરા થી વારાણસી અને રાજકોટથી સુરત રોડ-શો કરવા નીકળી પડતા મોદી આજે દેશને જરૂર છે ત્યારે કાશ્મીર ઘાટી થી અમરનાથ સુધી રોડ શો કરે.
  • હંમેશા ગુજરાતીઓનો ઉપયોગ કરી મરવા માટે છોડી દીધાના દાખલા છે. ગુજરાતી કારસેવકો હોય, જીએમડીસી પર પાટીદારો હોય, ઉના અને થાનગઢના દલિતો હોય, સુરતના કપડા વેપારી હોય કે વિશ્વના ખુણે ખુણે વસેલા ગુજરાતી હોય મોદીરાજ માં એમના નસીબે લાઠી અને ગોળી લખાયેલી છે.
  • ભારતને કોંગ્રેસ મુક્ત કરવાની મોદીજીની ઘેલછા ક્યાંક ભારતને ” કાશ્મીર મુક્ત ભારત ” ના બનાવી દે.
  • સર્જીકલ સ્ટ્રાઇક નો જશ લઈ ઠેર ઠેર મોદીના પોસ્ટરો લગાડી શૌર્ય દીવસ મનાવનાર ભાજપે આજે શરમ દીવસ મનાવવો જોઈએ.
  • અમરનાથ યાત્રીઓને બચાવનાર બસ ડ્રાઈવર સલીમને બહાદુરી પુરસ્કાર આપવાનુ જાહેર કર્યુ છે ત્યારે રૂપાણીજી મોદી સરકાર માટે એક કાયરતા પુરસ્કાર પણ જાહેર કરે.
  • નોટબંધી થી આતંકવાદનો સફાયો થઈ જશે તેવી તઘલખી માનસિકતા ધરાવનાર ભાજપ પ્રજાને ભરમાવવાનું બંધ કરે.

.પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note